Gautam Adani: અદાણીના શેરોમાં તોફાની તેજી! હિંડનબર્ગના કહેર બાદ અદાણીની દમદાર વાપસી
અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના પ્રહાર બાદ ઘણા દિવસ પછી બુધવારે અદાણી ગ્રુપના શેરોએ જબરદસ્ત વાપસી કરી છે. આજે બજારમાં અદાણી ગ્રુપના તમામ 10 શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. અદાણી ગ્રુપના સ્ટોક્સ લીડ સાથે ખુલ્યા છે. શેરોમાં તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના પ્રહાર બાદ ઘણા દિવસ પછી બુધવારે અદાણી ગ્રુપના શેરોએ જબરદસ્ત વાપસી કરી છે. આજે બજારમાં અદાણી ગ્રુપના તમામ 10 શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. અદાણી ગ્રુપના સ્ટોક્સ લીડ સાથે ખુલ્યા છે. શેરોમાં તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ શેર બુધવારે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ 1506.40 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. શેરોમાં સવારથી જ તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર સવારે 1424ના સ્તરે ખુલ્યો હતો. આજે અદાણી ગ્રુપના તમામ 10 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. અદાણી ગ્રુપના શેરોમાં તેજીના પગલે રોકાણકારો ગદગદ છે. જે શેરોમાં અત્યાર સુધી વેચાવલી જોવા મળી રહી હતી તેમાં હવે રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી રહી છે.
અદાણીના શેરોએ દેખાડ્યો દમ
અદાણી ગ્રુપના શેરોએ આજે જબરદસ્ત વાપસી કરી છે. અદાણી એન્ટરપ્રાઈઝની સાથે જ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક્સ ઝોન લિમિટેડના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે. આ શેર બે ટકાથી વધુની લીડ સાથે 607.25ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સવારે તે 598 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. બીજી બાજુ અદાણી પાવરના શેરમાં આજે પણ લીડ જોવા મળી રહી છે. આ શેર આજે અપર સર્કિટ પર લાગ્યો છે. પાંચ ટકાની લીડ સાથે તે 153.60ના સ્તરે કારોબાર કરી રહ્યો ચે. સ્ટોકમાં રોકાણકારોની સવારથી જ ભારે ખરીદી જોવા મળી રહી છે. અદાણી ટ્રાન્સમિશનના શેર 3 ટકાથી વધુની લીડ સાથે 663.80 રૂપિયાના સ્તરે પહોંચી ગયા. શેરમાં સવારથી જ તેજી જોવા મળી રહી છે.
'ડોક્ટર દર્દીને સ્પર્શ કર્યા વગર સારવાર આપી શકે નહીં' આમ કહી કોર્ટે જામીન ન આપ્યા
Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી, જુઓ વીડિયો
ગુજરાત પર તોળાઈ રહ્યું છે જોખમ! સરકાર ચિંતાતૂર, ગરમીથી બચવા આ ઉપાય અજમાવો
સવારથી એનડીટીવીના શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. તેના શેર 199.25 રૂપિયાના સ્તરે કારોબાર કરી રહ્યા છે. એનડીટીવીના શેર સવારે 190.15 રૂપિયા પર ખુલ્યા હતા. ત્યારબાદથી તેજી જોવા મળી છે. શેરમાં સવારથી 4 ટકા સુધીનો ઉછાળો આવી ગયો છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જીના શેર પણ આજે અપર સર્કિટમાં ચાલી રહ્યા છે. અદાણી ગ્રીન એનર્જી 5 ટકાની લીડ સાથે 509.55 રૂપિયાના અપર સર્કિટ પર છે. અંબુજા સિમેન્ટના શેર પણ લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. શેર બે ટકાથી વધુની તેજી સાથે 351.45ના સ્તરે કારોબાર કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube