હિંડનબર્ગના એક રિપોર્ટે અદાણી સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. ભારે નુકસાન વેઠવું પડ્યું. પરંતુ હવે એવું લાગે છે કે અદાણી ગ્રુપ માટે સારો સમય આવી રહ્યો છે. રોયટર્સના રિપોર્ટ મુજબ મંગળવારે એક નિવેદન બહાર પાડીને ગ્રુપ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેણે  લગભગ 7374 કરોડ રૂપિયા (901 મિલિયન ડોલર) ના શેર આધારિત કરજની ચૂકવણી સમય પહેલા કરી નાખી છે. શોર્ટ સેલર ફર્મે અદાણી ગ્રુપ પર કરજ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. બીજી બાજુ શેરોમાં સતત ચાલી રહેલા કડાકા વચ્ચે અદાણી ગ્રુપે તાજેતરમાં પોતાની રણનીતિમાં ફેરફાર કરવા માટે કેશ બચાવવા અને કરજ ચૂકવવા પર ફોક્સ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલું દેવું ચૂકવ્યું
અદાણી ગ્રુપનું સમય પહેલા કરજ ચૂકવવાનું પગલું એ પ્રમોટર્સને અપાયેલા વચન મુજબ છે અને આશા વ્યક્ત કરાઈ રહી છે કે રોકાણકારોના લાગણીઓ ઉપર પણ તેની અસર જોવા મળશે. અત્રે જણાવવાનું કે હાલમાં જ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) એ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું 1500 કરોડનું દેવું ચૂકવ્યું હતું. અદાણી ગ્રુપના આ પગલાંને રોકાણકારોના ભરોસાને કાયમ કરવાના પગલાં રૂપે જોવામાં આવી રહ્યું છે. 


રોકાણકારોનો ભરોસો મેળવવાની પહેલ
અત્રે જણાવવાનું કે અદાણી ગ્રુપ સતત પોતાના રોકાણકારો વચ્ચે તે ભરોસો પાછો સ્થાપિત કરવાના પ્રયત્નોમાં લાગ્યું છે. જે હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટથી ડગમગાયો હતો. અદાણી સમૂહ પર સપ્ટેમ્બર 2022માં કુલ કરજ 2.26 લાખ કરોડ રૂપિયા હતું. હિંડનબર્ગના રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલા 88 સવાલમાં શેરોમાં હેરફેરથી લઈને ગ્રુપ પર ભારે ભરખમ કરજ હોવા સંબંધિત આરોપ લાગ્યા હતા. જો કે આ રિપોર્ટ પબ્લિશ થયા બાદ અદાણી ગ્રુપ તરફથી 400 પાનાના જવાબમાં તમામ આરોપોને પાયાવિહોણા ગણાવાયા હતા. 


ભારતમાં અચાનક કેમ વધી ગયું છે આ Wife Swapping? નાના શહેરો પણ બાકાત નથી


વિયાગ્રાથી નિપજ્યું મોત! પાર્ટીમાં દારૂ પીધા બાદ વિયાગ્રાની 2 ટેબલેટ ખાઈ લીધી


કર્મચારીઓમાં કેવી હોવી જોઈએ ક્વોલિટી, ઈન્ફોસીસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ શું કહ્યું


માર્કેટ કેપમાં આટલો વધારો
24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણીના રોકાણકારોની લાગણીઓ પર થયેલી અસરના પગલે તેમની કંપનીના શેરોમાં સુનામી આવી ગઈ હતી. જે મહિનાભર એ હદે ચાલુ રહી કે અદાણી ગ્રુપની માર્કેટ કેપ 12 લાખ કરોડથી ઘટીને 100 અબજ ડોલર નીચે પહોંચી ગઈ. જો કે છેલ્લા 5 કારોબારી સેશનમાં અદાણીના શેરોએ જબરદસ્ત રિકવરી કરી છે અને દરરોજ તે લીલા નિશાન પર બંધ થઈ રહ્યા છે. આ દરમિયાન અદાણી ગ્રુપની માર્કેટ કેપ પણ 2 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. તાજી રિકવરી બાદ ગત 27 ફેબ્રુઆરીએ જે માર્કેટ કેપ લગભગ 6.82 લાખ કરોડ નોંધાઈ હતી તે 6 માર્ચના રોજ વધીને લગભગ 8.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. 


નેટવર્થમાં પણ વધારો
ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને બ્લુમબર્ગના જણાવ્યાં મુજબ તેઓ અમીરોની યાદીમાં 52.1 અબજ ડોલર નેટવર્થ સાથે 24માં સ્થાને પહોંચી ગયા છે. નોંધનીય છે કે હિંડનબર્ગની સુનામીમાં વહીને અદાણીને કંપનીઓના શેરોમાં 25થી 85 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જેની સીધી અસર ગ્રુપની માર્કેટ વેલ્યુ પર પડી હતી.