નવી દિલ્હીઃ અડાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના ટોપ-10 ધનવાનોમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. અદાણી સમૂહની કંપનીઓમાં શાનદાર તેજીને કારણે ગૌતમ અદાણી 118 અબજ ડોલરની સંપત્તિની સાથે દુનિયાના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ પ્રમાણે મુકેશ અંબાણી 97.4 અબજ ડોલરની સંપત્તિની સાથે 11માં સ્થાન પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં અદાણી સમૂહની સાત કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ સિવાય અદાણી ટ્રાન્સમિશન સામેલ છે. પાછલા કારોબારી સેશનમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. જેના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો વધારો થયો છે. તેથી તે વિશ્વના ધનીકોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. તો મુકેશ અંબાણી 11માં સ્થાને છે. 


આ પણ વાંચોઃ લોન લેનાર અને આપનાર બન્ને માટે RBI લાવી રહ્યું છે નવી પોલીસી, જલદી જાણી લો આ જાણકારી


બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સ પ્રમાણે દુનિયાના ટોપ-10 ધનવાનોના લિસ્ટમાં ટેસ્લાના એલન મસ્ક 249 અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને એમેઝોનના જેફ બેઝોસ છે. તમને જણાવી દઈએ કે દુનિયાના ટોપ-10 ધનવાનોમાં 8 અમેરિકાથી, એક ફ્રાન્સ અને એક ભારતથી ગૌતમ અદાણી છે. તો દુનિયાના ટોપ-10 ધનવાનોમાં ગૌતમ અદાણી અને વોરેન બફેટ એવા બે નામ છે, જેની સંપત્તિમાં આ વર્ષે મોટો વધારો થયો છે. બાકી ધનવાનોને નુકસાન થયું છે. 


ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણીએ સૌથી વધુ સંપત્તિ જોડી છે. તેમની આ વર્ષે કુલ સંપત્તિ 41.6 અબજ ડોલર વધી છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ આ વર્ષે અત્યાર સુધી માત્ર 7.45 અબજ ડોલર વધી છે. આ યાદીમાં પહેલાં 10માં સ્થાને રહેલા મુકેશ અંબાણી 11માં સ્થાને આવી ગયા છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વધારો ત્યારે થયો છે, જ્યારે દુનિયાભરમાં યુક્રેન યુદ્ધ, વધતી મોંઘવારી અને કાચા તેલની કિંમતમાં વધારાને કારણે દુનિયાભરમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube