Billionaires List: અદાણી ટોપ-30 ધનિકોની યાદીમાંથી બહાર, એક મહિનામાં આખું સામ્રાજ્ય હચમચી ગયું
Gautam Adani Networth: હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર લગભગ 85 ટકા તૂટ્યા છે. જાણો હવે અદાણી પાસે કેટલી મિલકત બાકી છે.
નવી દિલ્હીઃ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ માટે કંઇક સારું નથી ચાલી રહ્યું. તેમને એક પછી એક આંચકા મળી રહ્યા છે. હવે વિશ્વના અમીરોની યાદીમાં ગૌતમ અદાણી પણ ટોપ-30ની યાદીમાંથી બહાર થઈ ગયા છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સના રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણી અબજોપતિઓની યાદીમાં 33માં નંબર પર પહોંચી ગયા છે. અદાણી ગ્રૂપની નેટવર્થમાં થયેલા આ ઘટાડાને કારણે વિશ્વના અમીરોમાં તેમનો પ્રભાવ પણ ઓછો થયો છે. ગત વર્ષ 2022માં અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. પરંતુ હિન્ડેનબર્ગના અહેવાલે એક મહિનામાં તેના સમગ્ર સામ્રાજ્યને હચમચાવી નાખ્યું.
અમેરિકાની રિસર્ચ ફર્મ Hinderburg નો 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપ પર રિપોર્ટ સામે આવ્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ. અદાણી ગ્રુપ એક પછી એક પ્રોપર્ટી ગુમાવતું ગયું. 23 જાન્યુઆરી 2023ના રોજ, ગૌતમ અદાણી એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને જેફ બેઝોસ પછી ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા નંબરે હતા. તે સમયે તેમની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલરની આસપાસ હતી. પરંતુ 24 જાન્યુઆરીએ હિન્ડરબર્ગનો રિપોર્ટ બહાર આવતાની સાથે જ અદાણી ગ્રુપના શેર ગબડ્યા. અદાણી ગ્રુપના શેર સતત ઘટવા લાગ્યા. ગ્રૂપની માર્કેટ કેપમાં રૂ. 12 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ Ration Card: હોળી પહેલાં રાશનકાર્ડ ધારકોને લાગી લોટરી, મોદી સરકાર વરસી ગઈ!
Gautam Adani Net Worth:
ફોર્બ્સના રીયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની વર્તમાન સંપત્તિ ઘટીને $35.3 બિલિયન થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે હવે વિશ્વના 33મા સૌથી અમીર વ્યક્તિ છે. બીજી તરફ, બ્લૂમબર્ગના અમીરોની યાદીમાં અદાણી 25માં નંબરથી 30માં નંબરે પહોંચી ગયા છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેર લગભગ 85 ટકા તૂટ્યા છે. ગ્રૂપની કુલ માર્કેટ મૂડીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં, ગૌતમ અદાણી $150 બિલિયનની નેટવર્થ સાથે નંબર વન ખુરશી તરફ આગળ વધી રહ્યા હતા.
હિંડનબર્ગ રિપોર્ટે હલચલ મચાવી દીધી
અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ સાથે સંબંધિત એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગથી માંડીને તેના શેરની કિંમત મૂળ કિંમત કરતા અનેક ગણી વધી જવા સુધીના આક્ષેપો અદાણી ગ્રુપ પર કરવામાં આવ્યા હતા. જેના કારણે અદાણી ગ્રુપના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ અદાણી ગ્રૂપે તેનો રૂ. 20,000 કરોડનો FPO પાછો ખેંચવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ હિન્ડનબર્ગનો રિપોર્ટ જ અદાણીને કરશે માલામાલ!, સાબિત થશે આશીર્વાદરૂપ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube