કેતન જોશી, અમદાવાદ: કહેવાય છે કે જો ટીમનો લીડર બધાને સાથે લઈને મેદાનમાં ઉતરે તો જીત નક્કી જ હોય છે, અને આ નિયમ માત્ર રમતના મેદાનમાં જ નહિ પરંતુ દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. ભારતના જાણિતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ કાંઈક આવું જ ઉદાહરણ આપ્યું અને અદાણી ગ્રુપમાં જે વર્ષોથી કામ કરે છે તેવા લોકો સાથે ભોજન લઈને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોઈ પણ કંપની સફળ કઈ રીતે થઇ શકે? અને કંપનીના માલિકનું વર્તન તેના કર્મચારીઓ પ્રત્યે કેવું હોવું જોઈએ? જેથી કંપની આગળ વધે? તેના ઉદાહરણરૂપ ગૌતમ અદાણીએ પુરૂ પાડ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં બટાકા વેચાઇ રહ્યા છે 17 હજાર રૂપિયે કિલો, દૂધની કિંમત જાણીને ઉડી જશે હોશ


દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી જેની સાથે વાત કરે છે તે જોઈ ને તમને એવું લાગતું હશે કે આ તો તેના પરિવારના સભ્યો કે કંપનીના ટોપ હોદ્દા ઉપર રહેલા એક્સીકયુટીવ હશે. જોકે એવું નથી. ગૌતમ અદાણીએ એવા કર્મચારીઓ સાથે ભોજન લીધું કે જેઓ 20 કે તેથી વધુ વર્ષથી અદાણી ગ્રુપ સાથે જોડાયેલા હોય અને હજુ પણ કંપનીમાં કામ કરતા હોય. ગૌતમ અદાણીએ માત્ર એવા કર્મચારીઓ સાથે જ નહિ પરંતુ તેના પરિવારને બોલાવીને એક જ ટેબલ ઉપર ભોજન લીધું. આ કોઈ સામાન્ય વાત નથી. તેમની સાથે વાતચીત પણ કરી અને ગૌતમ અદાણીના ડાઈનીંગ ટેબલમાં એવા નાના કર્મચારીઓને પણ સ્થાન મળ્યું જેમાં કોઈ સ્વીપર હોય, સિક્યોરીટીમાં હોઈ કે પછી કોઈ નાની પોસ્ટ ઉપર હોઈ. ગૌતમભાઈ એ ભોજન કરતા કરતા બધા સાથે એક પરિવારના સભ્યોની જેમ હળીમળીને કર્મચારીના પરિવારની વાત પણ જાણી. 

હવે 31 માર્ચ સુધી ગ્રાહક સિલેક્ટ કરી શકશે પોતાની મનપસંદ ચેનલ, TRAI એ વધારી સમયસીમા


આ અંગે અદાણી સમૂહમાંથી મળેલી માહિતી મુજબ જે લોકો અદાણી ગ્રુપ સાથે 20 કે તેથી વધુ વર્ષોથી કંપનીમાં કામ કરે છે અને હજુ પણ કંપની સાથે જોડાયેલા છે તેવા લોકો સાથે ખુદ ગૌતમ અદાણીએ નક્કી કર્યું કે થોડો સમય વિતાવી, અને સમૂહ ભોજનથી વિશેષ કોઈમાધ્યમ નથી. 
કેબલ-DTH ગ્રાહકો માટે મોટા સમાચાર, 130 રૂ.નો ફિક્સ ચાર્જ ચૂકવવો નહી પડે!


અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપ દેશમાં ટોપ ટેન બિઝનેસ ગ્રુપમાં સ્થાન ધરાવે છે અને અત્યારે ગ્રુપ મુખ્યત્વે પોર્ટ, પાવર, ખાદ્ય તેલ ઉપરાંત બીજા અનેક ક્ષેત્રોમાં કાર્યરત છે. ગૌતમ અદાણી સાથે ભોજનનો લ્હાવો માણનાર કર્મચારીઓ પણ ભાવવિભોર થઇ ગયા હતા અને આટલું જ નહિ પરંતુ અદાણી ગ્રુપ સાથે વધુ મજબુતીથી જોડાવાનો નીર્ધાર કર્યો હતો.