ગૌતમ અદાણી બાંગ્લાદેશમાં વીજળી મોકલશે, પ્રોજેક્ટનો સંપૂર્ણ પ્લાન જણાવ્યો
પાડોશી દેશો પર અદાણી સમૂહનો દબદબો વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અદાણી સમૂહે મોટા પાયા પર શ્રીલંકામાં રોકાણ કર્યું છે. વર્તમાનમાં ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે.
નવી દિલ્હીઃ ગૌતમ અદાણી સમૂહની કંપની અદાણી પાવર, બાંગ્લાદેશ સુધી વીજળીની આપૂર્તિ કરશે. હકીકતમાં એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીએ દિલ્હીમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ ગૌતમ અદાણીએ એક ટ્વિટર પોસ્ટમાં આ જાણકારી આપી છે. આ સાથે તેણે યોજના વિશે વિસ્તારથી જણાવ્યું હતું.
શું છે યોજના: અદાણી સમૂહે આ વર્ષે પૂર્વી ભારતમાં એક કોલસાથી ચાલતા પ્લાન્ટથી બાંગ્લાદેશને વીજળીની નિકાસ શરૂ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણી પ્રમાણે ઝારખંડ સ્થિત 1600 મેગાવોટના ગોડ્ડા પાવર પ્રોજેક્ટ અને બાંગ્લાદેશને સમર્પિત ટ્રાન્સમિશન લાઇનને 16 ડિસેમ્બર 2022ના દેશના વિજય દિવસ સુધી ચાલૂ કરવાની તૈયારી છે.
Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં ભડકો, જાણો એક તોલા સોનાનો આજનો ભાવ
અદાણી પાવરનો સ્ટોકઃ આ સમાચાર વચ્ચે મંગળવારે અદાણી પાવરના શેરમાં અપર સર્કિટ લાગી હતી. કારોબારના અંતમાં સ્ટોક 5 ટકા વધીને 409.30 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપિટલ 1,58,057.36 કરોડ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube