GDP Data: 2021-22 માં 8.7% રહ્યો GDP, ચોથા ક્વાર્ટરમાં જોવા મળી ઓમિક્રોન અને યુદ્ધની અસર
GDP Data for 4th Quarter: 2021-22 માં ભારતનો જીડીપી 8.7 ટકા રહ્યો છે. કેન્દ્રીય આંકડા મંત્રાલયે જીડીપી 9.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
નવી દિલ્હીઃ પાછલા નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી-માર્ચના જીડીપીના આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે. આંકડાકીય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર ડેટા અનુસાર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપીમાં 4.1 ટકાની વૃદ્ધિ થઈ. મહત્વનું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ભારતની અર્થવ્યવસ્થામાં 5.4 ટકાની વૃદ્ધિ થઈ હતી.
નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતનો વિકાસ 8.7 ટકા રહ્યો છે. આ આંકડા કોવિડ-18ની ત્રીજી લહેર અને વૈશ્વિક કિંમતોમાં વૃદ્ધિને કારણે 28 ફેબ્રુઆરીએ જારી 8.9 ટકા સત્તાવાર અનુમાનથી ઓછો છે.
માર્ચ ક્વાર્ટરમાં મંદીનું કારણ શુંઃ ઓમિક્રોન અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને કારણે વિકાસદર ધીમો થઈ ગયો છે. મહત્વનું છે કે જાન્યુઆરીનો મહિનો ઓમિક્રોનથી પ્રભાવિત હતો. આ મહિનામાં દેશના કેટલાક ભાગમાં લૉકડાઉન જેવી સ્થિતિ હતી. તો ફેબ્રુઆરી-માર્ચમાં યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ભારત સહિત વિશ્વની બજારો પર અસર પડી છે. આ જંગ બાદ બદલાયેલી સ્થિતિને કારણે ખપતથી લઈને સપ્લાય સુધી અસર થઈ હતી. તેની અસર માર્ચ ક્વાર્ટરના આંકડા પર જોવા મળી છે.
Credit Cards Users સાવધાન! ચોરી-છૂપે આ રીતે યૂઝર્સને બનાવાય છે ઉલ્લુ! જાણો ક્યાંક તમે પણ...
જીડીપીના આંકડા જાહેર થતાં પહેલા રોકાણકારોએ સતર્ક વલણ અપનાવ્યું હતું. આ સિવાય કાચા તેલની કિંમતોમાં ઉછાળથી પણ બજારની ધારણા પર અસર પડી છે. તેનું પરિણામ થયું કે ત્રણ દિવસથી બજારમાં જોવા મળી રહેલી તેજી પર બ્રેક લાગી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube