દિવાળી પહેલા મળશે આ ભેટ: જીપીએફમાં પૈસા જમા કરાવવા પર મળશે વધુ પૈસા
વર્ષ 2018-2019 દરમિયાન 1 ઓક્ટોબર 2018થી 31 ડિસેમ્બર 2018ના સમયગાળામાં જનરલ પ્રોવિડેન્ટ ફંડ તથા આવી અન્ય ભવિષ્ય નિધી કોર્ષોના શેરધારકોના ખાતામાં જમાં કરેલી રકમ પર વ્યાજ 8 ટકાના દરથી મળશે.
નવી દિલ્હી: સરકારે જનરલ પ્રોવિડેન્ટ ફંડ (જીપીએફ) પર ઓક્ટોબર-ડિસેમ્બરનું ચાલુ ત્રિમાસીક વ્યાજ 0.4 ટાકા વધારીને 8 ટકા વાર્ષિક કરી દીધુ છે. આ લોક ભવિષ્ય નિધી યોજનામાં જમા રકમ પર આપી રહેલા વ્યાજ દરની સરખામણીએ છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસીકમાં જીપીએપ પર વ્યાજ 7.6 ટકા વાર્ષિક હતું. નાણા મંત્રાલયને આર્થિક વિભાગની એક સૂચનામાં કહેવામાં આવ્યું છે ‘... વર્ષ 2018-2019 દરમિયાન 1 ઓક્ટોબર 2018થી 31 ડિસેમ્બર 2018ના સમયગાળામાં જનરલ પ્રોવિડેન્ટ ફંડ તથા આવી અન્ય ભવિષ્ય નિધી કોર્ષોના શેરધારકોના ખાતામાં જમાં કરેલી રકમ પર વ્યાજ 8 ટકાના દરથી મળશે.
સરકારે ગત મહિને એનએસસી (રાષ્ટ્રીય બચત પત્ર) અને પીપીએફ (લોક ભવિષ્ય નિધિ યોજના) પર પણ વ્યાજ 0.4 ટકા વધારી દીધું હતું. બેંકોની જમા યોજનાઓના વ્યાજ દરમાં વધારાને જોઇ સરકારે તેમની યોજનાઓમાં પણ વ્યાજ વધારવાનો નિર્ણય કર્યો છે.
જાણવા મળી રહ્યું છે કે ગત મહિને સરકારે જાહેરાત કરી હતી કે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રણ મહિના માટે એનએસસી અને પીપીએફ સહિત નાની બચત પર વ્યાજ દર 0.4 ટકા સુધી વધારવામાં આવશે.