નવી દિલ્હીઃ સોલાર પ્રોજેક્ટ્સના બિઝનેસ સાથે જોડાયેલી કંપની જેનસોલ એન્જિનિયરિંગના સ્ટોકે છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને માલામાલ કર્યાં છે. કંપનીનો શેર છેલ્લા 2 વર્ષમાં 66 રૂપિયાથી વધી 2000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જેનસોલ એન્જિનિયરિંગ (Gensol Engineering) ના સ્ટોકે આ સમયગાળામાં ઈન્વેસ્ટરોને 2900 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 2119.45 રૂપિયા છે. તો જેનસોલ એન્જિનિયરિંગના સ્ટોકનું 52 સપ્તાહનું લો લેવલ 797.05 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખના બની ગયા 30 લાખ રૂપિયા
જેનસોલ એન્જિનિયરિંગ (Gensol Engineering)ના શેર 1 ઓક્ટોબર 2021ના 66.79 રૂપિયા પર હતા. કંપનીના શેર 29 સપ્ટેમ્બર 2023ના 2035 રૂપિયા પર બંધ થયા છે. જેનસોલ એન્જિનિયરિંગના સ્ટોકે છેલ્લા બે વર્ષમાં ઈન્વેસ્ટરોને 2947 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 1 ઓક્ટોબર 2021ના જેનસોલ એન્જિનિયરિંગના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજ સુધી ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખ્યું હોત તો તેની વેલ્યૂ આજે વધીને 30.04 લાખ રૂપિયા હોત. જેનસોલ એન્જિનિયરિંગનું માર્કેટ કેપ 2465 કરોડ રૂપિયા છે. 


આ પણ વાંચોઃ TATA Group આ 12 શેરમાં જોરદાર કમાણી, 6 મહિનામાં આપ્યું 150 ટકા સુધીનું રિટર્ન


આ વર્ષે અત્યાર સુધી શેરમાં 101 ટકાનો ઉછાળ
જેનસોલ એન્જિનિયરિંગના સ્ટોકમાં આ વર્ષે પણ સારી તેજી જોવા મળી છે. કંપનીના શેર 2 જાન્યુઆરી 2023ના 1013.90 રૂપિયા પર હતા. જેનસોલ એન્જિનિયરિંગના શેર 29 સપ્ટેમ્બર 2023ના 2035 રૂપિયા પર બંધ થયા છે. આ વર્ષે કંપનીના શેરમાં 101 ટકાનો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં જેનસોલ એન્જિનિયરિંગના સ્ટોકમાં 80 ટકાનો વધારો થયો છે. તો છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 51 ટકાની તેજી આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube