મફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ કરવું પડશે આટલું કામ
ઇન્ડિયન ઓઇલ (IOC) એ સિટી બેંક સાથે એક કરાર કર્યો છે. તેના હેઠળ ઇન્ડિયન ઓઇલ સિટી બેંક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. આ કાર્ડ પર તમને દર વર્ષે લગભગ 71 લીટર સુધી પેટ્રોલ અથવા ડીઝલ મફત મળી શકે છે. તો બીજી તરફ તમારે આ કાર્ડનો ઉપયોગ કરતાં ઇન્ડિયન ઓઇલના કોઇપણ આઉટલેટ પરથી ઈંધણ ખરીદતાં ફ્યૂલ સરચાર્જ પરણ આપવો નહી પડે. તો બીજી તરફ આ કાર્ડના ગ્રાહકોને રેસ્ટોરેંટોની એક યાદી પણ આપવામાં આવી છે જ્યાં જતાં તમને બિલ પર 15 ટકાની છૂટ મળી શકે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો વધારો, જાણો શું છે આજનો ભાવ
દરેક ખરીદી પર મળશે આટલા ટર્બો પોઈન્ટ
આ કાર્ડને ગ્રાહકોનોને મફત ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે અને જે ગ્રાહકો આ કાર્ડ દ્વારા 30 હજાર સુધીની ખરીદી કરે છે તેને 1000 રૂપિયાની છૂટ પણ મળશે. સિટી બેંકના આ કાર્ડ દ્વારા જો તમે ઇન્ડિયન ઓઇલના કોઇપણ અધિકૃત આઉટલેટ પરથી પેટ્રોલ-ડીઝલ ખરીદો છો તો તમને 150 રૂપિયા સુધીના ફ્યૂલની ખરીદી પર 4 ટર્બો પોઈન્ટ મળશે.
9 મહિનામાં સૌથી સસ્તુ થયું ડીઝલ, જાણો આજનો ભાવ
અહીં કરી શકશો પોઈન્ટને રીડીમ
સુપરમાર્કેટથી 150 રૂપિયાની ગ્રોસરી ખરીદવા પર 2 ટર્બો પોઈન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો બીજી તરફ શોપિંગ અથવા ડાયનિંગ માટે દર 150 રૂપિયાની ખરીદી પર 1 ટર્બો પોઈન્ટ આપવામાં આવશે. આ ટર્બો પોઈન્ટને તને રીડીમ કરી શકો છો. 1 ટર્બો પોઈન્ટની કિંમત 1 રૂપિયા બરાબર હશે. આ પોઈન્ટને તમે દેશભરમાં ઉપલબ્ધ ઇન્ડિયન ઓઇલના 1200 આઉટલેટોમાંથી કોઇપણ જગ્યાએ રીડીમ કરાવી શકો છો.