આ કંપનીનું પેટ્રોલ-ડીઝલ પુરાવશો તો મળશે તગડું કેશબેક, 1 જૂન સુધી ઓફર
પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને મોટાભાગના લોકોના મનમાં થાય છે કે આ ક્યારે સસ્તું થશે. પરંતુ સસ્તા થવાના બદલે પેટ્રોલના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. સતત પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધતાં પેટ્રોલ મોંઘુ થયું છે, તો બીજી તરફ દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થતાં અસર પડે છે. પરંતુ, હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને પેટ્રોલ પર મોટું કેશબેક મળી રહ્યું છે. તેના માટે તમારે બસ એક ખાસ રીતનો ઉપયોગ કરવો પડશે.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને મોટાભાગના લોકોના મનમાં થાય છે કે આ ક્યારે સસ્તું થશે. પરંતુ સસ્તા થવાના બદલે પેટ્રોલના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. સતત પેટ્રોલના ભાવ વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધતાં પેટ્રોલ મોંઘુ થયું છે, તો બીજી તરફ દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થતાં અસર પડે છે. પરંતુ, હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને પેટ્રોલ પર મોટું કેશબેક મળી રહ્યું છે. તેના માટે તમારે બસ એક ખાસ રીતનો ઉપયોગ કરવો પડશે.
શું છે પેટ્રોલ પર કેશબેક ઓફર
પેટ્રોલનું ઓનલાઇન પેમેંટ કરવતાં તમને છૂટ મળે છે. પરંતુ આ પેમેંટ જો તમે મોબિક્વિક વોલેટથી કરશો તો તમને મોટું કેશબેક મળશે. જી હાં કંપનીએ પેટ્રોલ માટે ખાસ સ્કીમ નિકાળી છે. જેમાં સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પેટ્રોલ ભરાવતાં તમને સુપરકેશ ઓફર મળશે. તેમાં 10% કેશબેકની ઓફર છે.
LPG અને કોમર્શિયલ ગેસ સિલિંડર થયો સસ્તો, જાણો શું છે નવા ભાવ
ક્યાં સુધી મળશે કેશબેક
મોબિક્વિકે આ ઓફર 28 માર્ચ 2018ના રોજ નિકાળી છે. આ ઓફરની માન્યતા 1 જૂન 2018 સુધી છે. ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે ઓછામાં ઓછું 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે. જોકે તેનો ફાયદો તમને અઠવાડિયામાં બે વખત ઉઠાવી શકો છો.
Railwayની નવી સર્વિસ, ઓનલાઇન ટિકિટ લેનારાઓને મળશે ખાસ સુવિધા
કેવી રીતે મળશે ફાયદો
ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે કોઇ કૂપન કોડની જરૂર નહી પડે. પરંતુ પેટ્રોલ પંપ પર પેમેંટ વખત ક્યૂઆઅ કોડ સ્કેન કરવો પડશે. ત્યારબાદ તમારે જેટલા રૂપિયાનું પેટ્રોલ પુરાવવાનું છે એટલી રકમ એન્ટર કરવી પડશે. જોકે કંપનીએ તેના માટે વધુમાં વધુ 50 રૂપિયાના કેશબેકની મર્યાદા લગાવી છે. કેશબેક મળતાં તમે બીજીવખત પેટ્રોલ પુરાવતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમરે ઓછામાં ઓછું 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડશે.
હવે મુસાફરો પસંદ કરી શકશે પોતાનું મનપસંદ ભોજન, કાર્ડથી કરશે ચૂકવણી
કેશબેક ઉપરાંત પણ છૂટ
પેટ્રોલ પુરાવતાં તમને વોલેટમાં કેશબેક તો મળશે જ સાથે જ 0.75 ટકા ઓનલાઇન પેમેંટની છૂટનો ફાયદો મળશે. આ ફાયદો તમારા વોલેટમાં 7 વર્કિંગ દિવસમાં ક્રેડિટ કરી દેવામાં આવશે. તો બીજી તરફ કેશબેક માટે તમારે ફક્ત 24 કલાકની રાહ જોવી પડશે. જે સીધા મોબિક્વિક વોલેટમાં ક્રેડિટ થઇ જશે. કંપનીએ તેના માટે પેટ્રોલ પંપ આઉટલેટની યાદી પણ તમારા એપ અને વેબસાઇટ પર જાહેર કરી દીધી છે.