નવી દિલ્હી :  જો તમારી પાસે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) હોય તો એક ક્ષણમાં તમને તમારા ખાતાના બેલેન્સની જાણકારી મળી શકે છે. આ માટે તમારો UAN એક્ટિવ હોય એ જરૂરી છે. તમારું PF બેલેન્સ જાણવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર 011-22901406 પર મિસ્ડ કોલ કરવો જરૂરી છે. મિસ્ડ કોલ કર્યા પછી તમને એક એસએમએસ મળશે અને એમાં તમામ જાણકારી મળી જશે. હવે જ્યારે 011-22901406 પર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી કોલ કરશો તો બે-ચાર રિંગ વાગ્યા પછી તરત ફોન કપાઈ જશે. EPFOના સભ્યો માટે આ સેવા બિલકુલ ફ્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો EPFO સભ્યનો UAN કોઈ એક બેંક ખાતા, આધાર અને પેન નંબર સાથે જોડાયેલો હોય તો સભ્યના EPF ખાતાની અંતિમ અપડેટ મળી શકે છે. આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 પર એસએમએસ મોકલવો પડશે. આ માટે એસએમએસ કંપોઝ કર્યા પછી EPFOHO પછી સ્પેસ આપીને UAN નંબર નાખીને એને 7738299899 પર મોકલી દો. આનાથી તમને EPF એકાઉન્ટની જાણકારી એસએમએસથી મળી જશે. આ સુવિધા અંગ્રેજી અને હિંદી સહિત 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે. 


આ સિવાય માહિતી ઉમંગ (UMANG) એપથી મળી શકશે. આ ભારત સરકારની એપ છે. આને પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી લો અને પછી ઇન્સ્ટોલ કર્યા પછી પસંદગી ભાષા સિલેક્ટ કરો. મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ નાખીને એને આધાર સાથે લિંક કરો. એકવાર આધાર સાથે જોડાયા પછી આ એપમાં તમારું KYC આપોઆપ આવી જશે. આ પછી તમે તમારું EPF બેલેન્સ ચેક કરી શકો છો તેમજ બીજી જાણકારી મેળવી શકો છો. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...