નવી દિલ્હી : પેટ્રોલ ડિઝલની કિંમતો મુદ્દે ઘણીવાર લોકોનાં મનમાં હોય છે કે આ સસ્તું ક્યારે થશે. જો કે સસ્તું થવાનાં બદલે પેટ્રોલનાં ભાવ સાતમાં આસમાને પહોંચ્યા છે. સતત પેટ્રોલની કિંમતો વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો વધવાનાં કારણે પેટ્રોલ મોંઘું થયું છે. જ્યારે રોજિંદી રીતે પેટ્રોલ અને ડિઝલની કિંમતો નક્કી કરવા પર પણ અસર પડી રહી છે. જો કે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને પેટ્રોલ બિલ્કુલ ફ્રી મળી શકે છે. જો કે આ કોઇ ફેક કે ખોટા સમાચાર નથી. તેનાં માટે તમારે માત્ર એક ખાસ પદ્ધતીનો ઉપયોગ કરવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલનું ઓનલાઇન પેમેન્ટ કરવાથી તમને કેટલીક શરૂઆત મળે છે. જો કે જો આ જ પેમેન્ટ તમે મોબીક્વિટ વોલેટથી કરશો તો તમારા પુરા પૈસા પાછા તમારા વોલેટમાં આવી જશે. કંપની પેટ્રોલ માટે ખાસ સ્કીમ ચલાવી છે. જેમાં સાંજે 6 વાગ્યાથી માંડીને રાત્રે 9 વાગ્યે વચ્ચે પેટ્રોલ ભરાવવાથી તમને સુપરકેશ ઓફર મળશે. જમાં 100 ટકા કેશ બેકની ઓફર છે.


ક્યાં સુધી મળશી ફ્રી પેટ્રોલ
મોબિક્વિકની આ ઓફર માત્ર પાંચ જ દિવસ માટે છે. જો કે હવે આ ઓફર આગામી 2 દિવસ સુધી જ ચાલશે. 24 નવેમ્બરે આ ઓફર પુરી થઇ જશે.


કઇ રીતે મળશે ફાયદો
ઓફરનો ફાયદો ઉઠાવવા માટે કોઇ કૂપન કે કોડની જરૂર નથી. પરંતુ પેટ્રોલ પમ્પ પર પેમેન્ટ સમયે માત્ર (QR) કોન સ્કેન કરવો પડશે. ત્યાર બાદ તમે જેટલી રકમનું પેટ્રોલ પુરાવ્યું છે તેટલી રકમ એન્ટર કરવાની રહેશે. જો કે કંપની તેનાં માટે મહત્તમ 100 રૂપિયાનાં કેશબેકની કેપ લગાવી છે. કેશબેકનો ઉપયોગ તમે બીજી વખત પેટ્રોલ ભરાવવા માટે પણ કરી શકો છે. તેનાં માટે તમને ઓછામાં ઓછું 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે. 


કેશબેક ઉપરાંત પણ છૂટ મળશે.
પેટ્રોલ ભરાવવાથી તમને વોલેટમાં કેશબેક તો મળશે જ સાથે જ 0.75 %ની ઓનલાઇન પેમેન્ટની છુટનો પણ ફાયદો મળશે. આ ફાયદો તમારા વોલેટમાં જ 5 વર્કિંગ ડેમાં ક્રેડિટ કરી દેવામાં આવશે. બીજી તરફ કેશબેક માટે તમને માત્ર 24 કલાકની રાહ જોવી પડશે. 


દર અઠવાડીયે સુપરકેશ
 સ્પેશ્યલ ઓફર ઉપરાંત પણ પેટ્રોલ ડિઝલ માટે મોબિક્વિક વોલેટથી પેમેન્ટ કરવાથી 5%નું સુપર કેશ મળે છે. જો કે તેમાં મહત્તમ કેશબેક 50 રૂપિયા છે અને ઓછામાં 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવવાથી જ તેનો ફાયદો મળે છે.