નવી દિલ્હીઃ જો તમારી પાસે આધાર નંબર છે તો પર્મિનેન્ટ એકાઉન્ટ નંબર  (PAN) પ્રાપ્ત કરવું ચપટીનું કામ હશે. તેના માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમને શનિવારે બજેટ રજૂ કરવા નવી વ્યવસ્થાની જાહેરાત કરી છે. નાણાપ્રધાને કહ્યું કે, 'આધાર'ના આધાર પર તાત્કાલિક પાન આપવાને લઈને જલદી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. તેના માટે કોઈ અરજી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ 2020 રજૂ કરતા નિર્મલા સીતારમને કહ્યું કે, ટેક્સપેયર્સના આધાર બેસ્ડ વેરિફિકેશનની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. કરદાતાની સુવિધા માટે જલદી એક સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે. આધારના માધ્યમથી તત્કાલ PAN આપી દેવામાં આવશે. તેના માટે એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. 


Budget 2020 Speech: નિર્મલા સીતારમને રચ્યો ઈતિહાસ, વાંચ્યું અત્યાર સુધીનું સૌથી લાબું બજેટ ભાષણ


આવકવેરા વિભાગના કાયદા પ્રમાણે કોઈ વ્યક્તિને આવકવેરા રિટર્ન ભાઇલ કરતા સમયે પોતાના આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે. 31 માર્ચ 2020 સુધી પાન આધારને લિંક કરવું ફરજીયાત છે. આવકવેરા વિભાગ બે એજન્સીઓ NSDL અને UTI-ITSLના માધ્યમથી પાન કાર્ડ જારી કરે છે. 


ઇનકમ ટેક્સ ફાઇલિંગ સિવાય પાન કાર્ડની જરૂરીયાત બેન્ક એકાઉન્ટ અને નાણાકીય લેણદેણ વગેરે માટે જરૂરીયાત રહે છે. PAN 10 કેરેક્ટર (આલ્ફા-ન્યૂમેરિક) વાળી ઓળખ સંખ્યા છે, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube