Home,કાર, પર્સનલ લોનની અલગ-અલગ EMI ભરવાથી મેળવો છુટકારો, આ રીતે સિંગલ પેમેન્ટથી કરો ચુકવણી
જ્યારે આપણે કોઈ લોન એક સાથે ચુકવવા વિશે વિચારી રહ્યાં છીએ તો તે જરૂરી છે કે તમને લોનની સંપૂર્ણ જાણકારી હોય. તે પણ જાણકારી હોવી જરૂરી છે તે તમે એક સાથે કઈ રીતે મેનેજ કરશો. ઘણી લોન એક સાથે કરવાથી વર્તમાન લોનની ઈએમઆઈ એક સાથે ચુકવવાની હોય છે.
નવી દિલ્હીઃ વર્તમાન સમયમાં ઘણા લોકો પર એકથી વધુ લોનનો ભાર છે. ઘણા લોકો એક સાથે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની ઈએમઆઈ ચૂકવે છે. દરેક લોનની સરત, વ્યાજદર અને રીપેમેન્ટ ઓપ્શન અલગ-અલગ હોય છે. આ ચક્કરમાં લોન લેનારે ઘણીવાર વધુ પરેશાનીનો સામનો કરવો પડે છે. તેનાથી બચી શકાય છે. જો આપણે બધી લોનની ઈએમઆઈનો સિંગલ ચુકવણીનો વિકલ્પ પસંદ કરીને. આવો જાણીએ ઘણી લોનના ઈએમઆઈથી છુટકારો મેળવી સિંગલ પેમેન્ટનો વિકલ્પ કઈ રીતે પસંદ કરી શકાય છે.
એકથી વધુ ઈએમઆઈ હોવાની અસર
જાણકારોનું કહેવું છે કે અલગ-અલગ લોનના ઈએમઆઈને ટ્રેક રાખવા અને સમય પર ભરવા મુશ્કેલ કામ હોય છે. ઘણીવાર ઈએમઆઈની ચુકવણી છૂટી જાય છે કે વિલંબ થઈ જાય છે. એટલું જ નહીં દર મહિને ઘણા ઈએમઆઈની ચુકવણી કરવાથી તમારા માસિક બજેટ પર પણ અસર પડે છે. કોઈ લોનની સમય પર ચુકવણી ન કરવા પર દંડ, ઉચ્ચો વ્યાજદર અને ક્રેડિટ સ્કોર ખરાબ થવાનો ડર રહે છે. તેનાથી બચવા માટે સિંગલ ઈએમઆઈના વિકલ્પની પસંદગી કરવી ફાયદાકારક હોય છે.
જ્યારે આપણે કોઈ લોન એક સાથે ચુકવવા વિશે વિચારી રહ્યાં છીએ તો તે જરૂરી છે કે તમને તમારી લોનની પૂરી સમજ હોય. તે પણ જાણકારી હોવી જોઈએ કે તમે એક સાથે તેને કઈ રીતે મેનેજ કરશો. ઘણી લોનને એક સાથે કરવામાં પણ દરેક વર્તમાન લોનના હપ્તા એક સાથે ચુકવવાના હોય છે. આ રીપેમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવે છે અને ઘણા લાભ પણ પ્રદાન કરે છે.
આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં તોફાન મચાવી રહ્યો છે આ IPO,પ્રાઇઝ બેન્ડ 65, 12 માર્ચથી લગાવી શકો દાવ
ઓછો વ્યાજદર
ઘણી લોન એક સાથે કરવા પર તમે દરેક લોન પર વ્યક્તિગત દરોની તુલનામાં ઓછો વ્યાજદર પ્રાપ્ત કરી શકો છો. તેના પરિણામે તમારા લોનના સમયગાળામાં મહત્વપૂર્ણ બચત થઈ શકે છે.
સિંગલ પેમેન્ટ
વિવિધ ધિરાણકર્તાઓ પાસેથી બહુવિધ EMI મેનેજ કરવાની જગ્યાએ, મમારે બધી લોન માટે એક માસિક ચુકવણી કરવી પડશે. તેનાથી પરેશાની ઓછી થાય છે અને વ્યવસ્થિત રહેવું સરળ થાય છે.
રીપેમેન્ટ પીરિયડ
દરેક લોન એક સાથે કરવા પર તમને લોન ચુકવણીનો સમયગાળો વધારવાની મંજૂરી મળે છે, જેનાથી માસિક ચુકવણી અને આપડી પાસે રહેલા પૈસાનું મેનેજમેન્ટ થશે.
સારો ક્રેડિટ સ્કોર
એક સાથે લોનની ચુકવણી કરવા પર ક્રેડિટ સ્કોર પર સકારાત્મક અસર પડે છે.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા સરકારના લાખો કર્મચારીઓને મળશે મોટી ભેટ, સપ્તાહમાં 2 રજા, પગાર પણ વધશે
આ રીતે સિંગલ પેમેન્ટનો વિકલ્પ પસંદ કરો
તમારી બધી લોનનું મૂલ્યાંકન કરો: એક જ EMI પસંદ કરતા પહેલા, પ્રથમ બાકી રકમ, વ્યાજ દરો અને ચુકવણીની શરતો સહિત તમારી બધી લોનનું મૂલ્યાંકન કરો.
રિસર્ચ કરોઃ બજારમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પોની જાણકારી મેળવો, જેમ પર્સનલ લોન ટ્રાન્સફર ફેસિલિટી કે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી લોન કંસોલિડેશન સ્કીમ.
નિયમો અને શરતોનું મૂલ્યાંકન કરોઃ વ્યાજદરો, પ્રોસેસિંગ ફી, રીપેમેન્ટ પીરિયડ અને પાત્રતા સહિત નિયમો અને શરતોની તુલના કરો.
કંસોલિડેશન માટે અરજી કરોઃ એકવાર તમે જ્યારે એક કંસોલિડેશનનો વિકલ્પ પસંદ કરી લો તો ધિરાણકર્તાને જરૂરી દસ્તાવેજોની સાથે અરજી કરો. ક્રેડિટ મૂલ્યાંકનમાંથી પસાર થવા અને આવક તથા રોજગારનું પ્રમાણ આપવા તૈયાર રહો. ત્યારબાદ તમે સિંગલ પેમેન્ટમાં તમારી દરેક લોનના ઈએમઆઈની ચુકવણી કરી શકશો. આ તમને દેવાની જાળમાંથી બહાર કાઢવામાં મદદ કરશે.