મસ્કના નિર્ણયથી ડૂબી ગઈ આ કંપની, એક ટ્વીટથી થઈ ગયું 1223 અબજ રૂપિયાનું નુકસાન
ટ્વિટર પર 8 ડોલરની ચુકવણી કરતા કોઈપણ એકાઉન્ટ બ્લૂ ટિક ખરીદી સકે છે, પરંતુ હવે આ નિર્ણયને પરત લેવામાં આવ્યો છે. આ બ્લૂ ટિક પ્રક્રિયાને કારણે એક કંપનીએ અબજો ડોલરનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.
વોશિંગટનઃ ઉતાવળમાં લીધેલો નિર્ણય હંમેશા નુકસાન પહોંચાડે છે પરંતુ એલન મસ્ક તરફથી ઉતાવળે લેવાયેલા એક નિર્ણયને કારણે ફાર્માસ્યુટિકલ કંપનીએ અબજોનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. એલન મસ્કે સોશિયલ મીડિયા કંપની Twitter ખરીદ્યા બાદ બ્લૂ વેરિફિકેશન ટિકની કિંમત 8 ડોલર નક્કી કરી દીધી. એટલે કે ગમે તે યૂઝર 8 ડોલરની ચુકવણી કરતા એકાઉન્ટ પર બ્લૂ ટિક લઈ શકે છે. પરંતુ 8 ડોલરનું બ્લૂ ટિક મોટા નુકસાનનું કારણ બન્યું છે અને કંપની આ ફેરફારથી યૂ-ટર્ન લઈ રહી છે.
મસ્કના નિર્ણય પ્રમાણે પાછલા દિવસોમાં ટ્વિટરે કેટલાક દેશોમાં ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન લેવા અને 8 ડોલરની ચુકવણી કરનાર એકાઉન્ટ્સને બ્લૂ ટિક આપવામાં આવી રહ્યું હતું. તેનો ફાયદો ઉઠાવતા ઘણા ફેક અને પૈરોડી એકાઉન્ટ્સે પણ બ્લૂ ટિક ખરીદી લીધુ અને વેરિફાઇડ એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો. કેટલાક એકાઉન્ટ્સે તો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ બુશ તો કેટલાકે લોકપ્રિય બ્રાન્ડ્સની ઓળખ ખરીદી એવા ટ્વીટ કર્યા જે સીધા બ્રાન્ડ વેલ્યૂને નુકસાન પહોંચાડે છે. તેવા ઘણા એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યું પરંતુ ત્યાં સુધી મોટું નુકસાન થઈ ચુક્યું હતું.
આ પણ વાંચોઃ બાળકના જન્મ સાથે બેન્ક ખાતામાં આવશે પૈસા, કેન્દ્રએ શરૂ કરી જબરદસ્ત યોજના
આ કંપનીને થયું 15 અબજ ડોલરનું નુકસાન
અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની Eli Lilly ઇંસુલિનનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને દુનિયામાં ઇંસુલિન તૈયાર કરનારી ત્રીજી સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. કંપનીનું ટ્વિટર પર વેરિફાઇડ એકાઉન્ટ @LillyPad નામ છે. એક ફેક એકાઉન્ટને @EliLillyandCo હેન્ડલરની સાથે ટ્વિટર પર બ્લૂ ટિક ખરીદી લીધુ અને એક એવું ટ્વીટ કર્યું, જેના કારણે કંપનીના શેરમાં ઝડપથી ઘટાડો થયો અને તેણે મોટી કિંમત ચુકવવી પડી છે.
ફેક એકાઉન્ટે ટ્વીટમાં લખ્યું, 'અમે તે જણાવતા ઉત્સાહિત છીએ કે હવે ઇંસુલિન ફ્રી છે.' એકાઉન્ટ પર બ્લૂ ટિક હોવાને કારણે આ ટ્વીટ થોડા સમયમાં વાયરલ થઈ ગયું. મોટા ભાગના યૂઝર્સને લાગ્યું કે કંપનીએ ખરેખર ઇંસુલિન ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે. આ ફેક ટ્વીટને કારણે કંપનીના શેર 4 ટકાથી વધુ ઘટી ગયા અને માર્કેટ કેપમાં તેણે 15 અબજ ડોલરથી વધુની ખોટનો સામનો કરવો પડ્યો છે. ભારતીય મુદ્રામાં આ રકમ આશરે 1223 અબજ રૂપિયા જેટલી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube