Global Health IPO: મેદાંતા બ્રાન્ડ (Medanta Brand) હેઠળ હોસ્પિટલોનું સંચાલન અને મેનેજમેન્ટ કરનારી કંપની ગ્લોબલ હેલ્થ લિમિટેડે પોતાના 2,206 કરોડ રૂપિયાના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે 319-336 રૂપિયાની પ્રાઇઝ રેન્જ નક્કી કરી છે. કંપનીનો આ પબ્લિક ઈશ્યૂ સબ્સક્રિપ્શન માટે 3 નવેમ્બરે ખુલશે અને 7 નવેમ્બરે બંધ થશે. કંપની પ્રમાણે એન્કર રોકાણકારો માટે બોલી 2 નવેમ્બરે ખુલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીઓ હેઠળ 500 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે બાકી રકમ 5.08 કરોડ શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ વેચીને ભેગા કરવાની યોજના છે. ઓએફએસ હેઠળ કાર્લાઇલ ગ્રુપ (Carlyle Group) સાથે જોડાયેલા અનંત ઇન્વેસ્ટમેન્ટ્સ અને સુનીલ સચદેવા તથા સુમન સચદેવા પોતાના શેરને વેચશે. ગ્લોબલ હેલ્થમાં અનંત ઇન્વેસ્ટમેન્ટ્સની 25.64 ટકા ભાગીદારી છે. કંપનીને આઈપીઓ દ્વારા 2206 કરોડ રૂપિયા મળવાની આશા છે. નવા ઈશ્યૂથી પ્રાપ્ત આવકનો ઉપયોગ લોન ચુકવવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. 


મેદાંતા બ્રાન્ડની 5 ખાનગી હોસ્પિટલ
ગ્લોબલ હેલ્થ લિમિટેડના ફાઉન્ડર જાણીતા કાર્ડિયોવૈસ્કુલર અને કાર્ડિયોથોરેસિક સર્જન ડોક્ટર નરેશ ત્રેહન છે. આ એક મલ્ટી સ્પેશિયાલિટી ટર્શિયરી કેયર કંપની છે, જે મેદાંતા બ્રાન્ડ હેઠળ દેશના ઉત્તર પૂર્વી વિસ્તારમાં મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. કાર્લાઇલ ગ્રુપ અને ટેમાસેક (Carlyle Group and Temasek) જેવા ખાનગી ઇક્વિટી ઇન્વેસ્ટર્સની ભાગીદારીથી બનેલી ગ્લોબલ હેલ્થ લિમિટેડ પોતાની મેદાંતા બ્રાન્ડ હેઠળ દેશમાં 5 હોસ્પિટલના નેટવર્કનું સંચાલન કરી રહી છે. આ હોસ્પિટલ ગુરૂગ્રામ, ઈન્દોર, રાંચી, લખનઉ અને બિહારની રાજધાની પટનામાં મેદાંતા નામથી ચલાવવામાં આવી રહી છે, જ્યારે ઉત્તર પ્રદેશના નોઇડામાં એક હોસ્પિટલ બની રહી છે. 


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા સારા ગુડ ન્યૂઝ, ફરી 4% વધશે મોંઘવારી ભથ્થું


શું છે IPO
ઈનીશિયલ પબ્લિક ઓફર બજારમાંથી નાણા ભેગા કરવા માટે કોઈ ખાનગી કંપની દ્વારા લાવવામાં આવે છે. આ એક પ્રાઇવેટ કંપનીને પબ્લિક કંપનીમાં ફેરવવાની પ્રક્રિયા છે. જ્યારે કંપનીઓને પૈસાની જરૂર હોય છો તો તે શેર બજારમાં ખુદને લિસ્ટ કરાવે છે. આઈપીઓ દ્વારા પ્રાપ્ત મૂડીને કંપની પોતાની જરૂરીયાત પ્રમાણે ખર્ચ કરે છે. આ ફંડનો ઉપયોગ લોન ચુકવવા કે કંપનીની પ્રગતિ માટે કરી શકાય છે. સ્ટોક એક્સચેન્જો પર શેરોના લિસ્ટિંગથી કંપનીને યોગ્ય વેલ્યૂએશન હાસિલ કરવામાં મદદ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube