નવી દિલ્હીઃ Global Surfaces IPO: ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ પર દાંવ લગાવી કમાણીની યોજના બનાવી રહ્યાં છો તો પૈસા તૈયાર રાખો. આ એટલે માટે કહી રહ્યાં છીએ કારણ કે Global Surfaces એ આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઇઝ નક્કી કરી દીધી છે. Global Surfaces આઈપીઓની ઈશ્યૂ પ્રાઇઝ 133-140 રૂપિયા પ્રતિ શેર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે ખુલશે આઈપીઓઃ કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આઈપીઓ 13 માર્ચે ખુલશે અને 15 માર્ચે બંધ થશે. આઈપીઓ હેઠળ 85.20 લાખ ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવાની સાથે ડાયરેક્ટર મયંક શાહ અને શ્વેતા શાહ દ્વારા 25.5 લાખ સુધીના ઇક્વિટી શેરનું વેચાણ (ઓએફએસ) કરવામાં આવી રહ્યું છે. 


શું થશે પૈસાનુંઃ IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ દુબઈમાં કંપનીની સૂચિત એન્ટિટી - ગ્લોબલ સરફેસ FZEની સ્થાપના માટે કરવામાં આવશે. કંપની કુદરતી પથ્થરોની પ્રક્રિયા અને કૃત્રિમ પથ્થરના ઉત્પાદનના ક્ષેત્રમાં છે.


આ પણ વાંચોઃ Gold Price Today: ફરી રોકેટ બનશે સોનાના ભાવ? આજે ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત


કેવી છે નાણાકીય સ્થિતિઃ તમને જણાવી દઈએ કે કંપનીનું નાણાકીય પ્રદર્શન નિરાશાજનક રહ્યું કારણ કે તેના માર્જિનમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2022માં કંપનીનું રેવેન્યૂ 190.31 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે એક વર્ષ પહેલા 175.37 કરોડ રૂપિયા હતું. આ સમયમાં નેટ પ્રોફિટ પાછલા નાણાકીય વર્ષના 33.93 કરોડ રૂપિયાથી વધારી 35.63 કરોડ રૂપિયા થઈ ગયો હતો. 


પરંતુ EBITDA માર્જિન છેલ્લા એક વર્ષમાં 27.05 ટકાથી ઘટી 21.97 ટકા થઈ ગયો. સપ્ટેમ્બર 2022 સુધી કંપનીનું શુદ્ધ ઋણ 50.68 કરોડ રૂપિયા હતું, જે માર્ચ 2022 સુધી 37.29 કરોડ રૂપિયા હતું. 


આ પણ વાંચોઃ Post Office ની જબરદસ્ત સ્કીમ, ₹5 લાખના રોકાણ પર માત્ર વ્યાજથી થશે 2 લાખની આવક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube