નવી દિલ્હીઃ શેર માર્કેટ (Share Market)માં આ સમયે ઘણા એવા સ્ટોક્સ છે, જેના દ્વારા રોકાણકારોની સંપત્તિ અનેક ગણી વધી છે. આજે અમે તમને આવા એક મલ્ટીબેગર સ્ટોક વિશે જણાવી રહ્યાં છીએ, જેણે એક મહિનામાં રોકાણકારોને 100 ટકા રિટર્ન આપ્યું છે. મલ્ટીબેગર જીએમઆર પાવર એન્ડ અર્બન ઇન્ફ્રા લિમિટેડનો સ્ટોક છેલ્લા એક મહિનામાં 100% થી વધુ વધી ગયો છે. જીએમઆર પાવરનો શેર સોમવારે 52 સપ્તાહના ઉચ્ચ સ્તર 46.29 રૂપિયા પર બંધ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસઈ પર સ્ટોક 42.09 રૂપિયાના પાછલા બંધ સ્તરના મુકાબલે 9.98 ટકા વધારા સાથે બંધ થયો છે. વીજળી ક્ષેત્રના આ સ્ટોકમાં છેલ્લા ત્રણ મહિનામાં 147 ટકાનો વધારો થયો છે અને છેલ્લા છ મહિનામાં 163 ટકાનો વધારો થયો છે. 


એક મહિનામાં આપ્યું ડબલ રિટર્ન
18 ઓગસ્ટ 2023ના જીએમઆર પાવરનો શેર 22.78 રૂપિયા પર હતો, જે પાછલા સત્ર (18 સપ્ટેમ્બર 2023) ના 52 સપ્તાહના ઉચ્ચ સ્તર 46.29 રૂપિયા પર બંધ થયો હતો. આ દરમિયાન 103 ટકાનું રિટર્ન મળ્યું છે. તેની તુલનામાં એક મહિનામાં સેન્સેક્સ 3.65 ટકા વધ્યો છે. કંપનીનું માર્કેટ કેપ વધીને 2,794.04 કરોડ રૂપિયા થઈ ગયું છે. 


આ પણ વાંચોઃ શેર બજાર ક્રેશ, સેન્સેક્સ 796 પોઈન્ટ ઘટી બંધ, ઈન્વેસ્ટરોનો 2.3 લાખ કરોડ ડૂબ્યા


6 મહિનામાં 157 ટકાનો વધારો
આ સિવાય છેલ્લા છ મહિનાનો ચાર્ટ જુઓ તો આ સમયગાળામાં સ્ટોકમાં 157.77 ટકા વધારો જોવા મળ્યો છે. 6 મહિનામાં શેરની વેલ્યૂમાં 26.90 રૂપિયાનો વધારો થયો છે. 


કરોડોના ઓર્ડરની અસર
જીએમઆર પાવરે શેર બજારને જાણકારી આપી હતી કે 12 સપ્ટેમ્બર, 2023ના ઉત્તર પ્રદેશમાં તેને 2470 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. જીએમઆર પાવરની સહયોગી કંપની જીએમઆર સ્માર્ટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન પ્રાઇવેટ લમિટેડને પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમે 2 ઝોનમાં 75.69 લાખ સ્માર્ટ મીટરનું ટેન્ડર મળ્યું છે. 4 સપ્ટેમ્બરે પણ કંપનીના એકમને યુપીમાં 5000 કરોડ રૂપિયાથી વધુનો ઓર્ડર મળ્યા બાદ શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube