આ કંપની 1 શેર પર 4 શેર ફ્રી અને ડિવિડન્ડ પણ આપી રહી છે, રેકોર્ડ ડેટ કઈ છે તે પણ જાણો
Stock Market News: કંપની એક શેર પર 4 બોનસ શેર આપી રહી છે. આ કંપનીના શેરનો ભાવ 200 રૂપિયાથી ઓછો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.....
ગોયલ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડે બોનસ શેર અને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ માટે હવે કંપનીએ રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી દીધી. કંપની એક શેર પર 4 બોનસ શેર આપી રહી છે. આ કંપનીના શેરનો ભાવ 200 રૂપિયાથી ઓછો છે.
કઈ છે રેકોર્ડ ડેટ?
કંપનીએ 30મી મેના રોજ આપેલી જાણકારીમાં શેર બજારોને જણાવ્યું હતું કે 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા એક શેર પર 4 શેર બોનસ તરીકે આપવામાં આવશે. કંપનીએ ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર 50 પૈસાનું ડિવિડન્ડ આપી રહી છે. આ ડિવિડન્ડ માટે કંપનીએ રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે.
બોનસ ઈશ્યુ માટે કંપનીએ 31 જુલાઈ 2024ની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ દિવસે જેમના નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને જ ડિવિડન્ડ અને બોનસ શેરનો લાભ મળશે. કંપની પહેલીવાર ડિવિડન્ડ અને બોનસ શેર આપવા જઈ રહી છે. આ અગાઉ કંપનીએ ક્યારેય ડિવિડન્ડ આપ્યું નથી.
શેર બજારમાં કેવું છે પરફોર્મન્સ?
શુક્રવારે ગોયલ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના શેર 163.35 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. છેલ્લા 6 મહિનામાં આ સ્ટોક 6 ટકા તૂટી ચૂક્યો છે. જ્યારે 6 મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમતોમાં 11.60 ટકા જેટલી તેજી જોવા મળી છે. બીજી બાજુ એક વર્ષમાં સ્ટોકનો ભાવ 12.70 ટકા ચડ્યો છે. કંપનીનું 52 વીક હાઈ 223.45 રૂપિયા અને 52 વીક લો લેવલ 125.50 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 61.59 કરોડ રૂપિયાની છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)