નવી દિલ્હીઃ Gold Rate Today 15 Dec: સોના-ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આજે સોની બજારોમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ ફરી 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગયો છે. તો ચાંદી 510 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈને 60375 રૂપિયા પર આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે 22 કેરેટ સોનાનો ભાવ 43945 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો. જ્યારે 18 કેરેટ ગોલ્ડની કિંમત હવે 35159 રૂપિયા છે. તો 14 કેરેટ ગોલ્ડનો ભાવ 28065 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો છે. તેના પર 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ અલગથી છે. 


આ ઘટાડા સાથે હવે 24 કેરેટ સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટ 56126 રૂપિયાથી 8279 રૂપિયા અને ચાંદી પાછલા વર્ષની પોતાની ઉચ્ચ સપાટી 76004 રૂપિયાથી 15633 રૂપિયા પ્રતિ કિલો સસ્તી છે. 


આ પણ વાંચોઃ ITR ફાઇલથી લઈ PFમાં નોમિની ઉમેરવા સુધી, આ મહિને પુરા કરો આ બધા કામ, નહીં તો પડશે મોટો ડખો


દેશભરની સોની બજારમાં સોના-ચાંદીનો એવરેજ ભાવ


ધાતુ 15 ડિસેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 14 ડિસેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ)

ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 47975 48212 -237
Gold 995 (23 કેરેટ) 47783 48019 -236
Gold 916 (22 કેરેટ) 43945 44162 -217
Gold 750 (18 કેરેટ) 35981 36159 -178
Gold 585 ( 14 કેરેટ) 28065 28204 -139
Silver 999 60375 Rs/Kg 60885 Rs/Kg -510 Rs/Kg


IBJA નો રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે IBJA દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા રેટમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદતા-વેચતા સમયે તમે IBJA ના ભાવનો હવાલો આપી શકો છો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરન્ટ રેટ એમ કહો તો હાજર ભાવ અલગ-અલગ જગ્યાએ અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં થોડુ અંતર હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube