Gold Rate: ફેસ્ટિવ સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, દીવાળી પહેલા આ રીતે કરો જબરદસ્ત કમાણી
Gold-Silver Prices: સુરક્ષિત ગણાતા એસેટ ક્લાસ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
Gold-Silver Prices: સુરક્ષિત ગણાતા એસેટ ક્લાસ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોનું MCX પર તૂટીને 46,000 રૂપિયે પ્રતિ 10 ગ્રામની નીચે જતું રહ્યું છે. જ્યારે ચાંદીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. તે MCX પર ગઈ કાલના 2114 રૂપિયા નબળી થઈને 58350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ.
તહેવારોની સીઝન પહેલા સોના અને ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાને તજજ્ઞો રોકાણ માટેનો યોગ્ય સમય ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે હાલના સમયમાં સોના અને ચાંદી બંને પર કેટલાક કારણોસર દબાણ સર્જાયેલું છે. જેમાં થોડો વધુ ઘટાડો થાય તો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ માટે એન્ટ્રી લઈ શકાય છે. દિવાળી સુધીમાં સોનું અને ચાંદી મજબૂત ડિમાન્ડમાં રહે છે, જેનો ફાયદો રોકાણકારોને મળી શકે છે. લાંબા ગાળાની વાત કરીએ તો તેના ફન્ડામેન્ટલમાં વધુ ફેરફાર થયો નથી.
કેમ થઈ રહ્યો ભાવમાં ઘટાડો
કેડિયા કમોડિટીના ડાઈરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે યુએસ ફેડએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેઓ આગળ બોન્ડ બોઈંગ્ર પ્રોગ્રામને ઓછો કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ યુએસ ડોલરમાં સતત મજબૂતી જોવા મળી છે. જેની સોનાની ભાવ પર વધુ અસર પડી છે. બીજુ દુનિયાભરના બજારોમાં હાલની તેજીએ પણ રોકાણકારોને ઈક્વિટી તરફ વધુ આકર્ષિત કર્યા છે. ચીનમાં પ્રોપર્ટી માર્કેટના સંકટના કારણે ચાંદીના ભાવ પર અસર પડી છે. આગળની વાત કરીએ તો ચીનના એવરગ્રાન્ડ સંકટ પર બજારની નજર છે. જો કંપની આગળ 30 દિવસની મોહલતમાં ઈન્ટરેસ્ટ પેમેન્ટ કરવામાં નિષ્ફલ જાય તો ગ્લોબલ માર્કેટમાં ઘટાડો વધશે અને સોના અને ચાંદી એકવાર ફરીથી મોંઘા થશે.
IIFL સિક્યુરિટીઝના વીપી (રિસર્ચ, અનુજ ગુપ્તા
IIFL સિક્યુરિટીઝના વીપી (રિચર્સ) અનુજ ગુપ્તાનું કહેવું છે કે ટેક્નિકલી જોઈએ તો શોર્ટ ટર્મ માટે સોનાના 1700 ડોલરથી 1680 ડોલર અને ડોમેસ્ટિક માર્કેટમાં 45000 રૂપિયાથી 44800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સપોર્ટ જોવા મળી રહ્યો છે. આ લેવલ તૂટે તો સોનામાં ઘટાડો વધી શકે છે. જ્યારે અપર સાઈડ પર સોનાને 1780 ડોલરથી 1800 ડોલર પર અને ઘરેલુ બજારમાં 47500 રૂપિયાથી 48000 રૂપિયાના ભાવ પર રેઝિસ્ટન્સ છે. રોકાણકારોએ 45000 રૂપિયાના ભાવ પર ખરીદી કરવી જોઈએ અને દીવાળી સુધીમાં 47000 રૂપિયાથી 48000 રૂપિયા સુધીનું લક્ષ્યાંક રાખે.
આ બાજુ ચાંદીમાં શોર્ટ ટર્મ માટે 20 ડોલર એટલે કે 56000 રૂપિયા પ્રતિ કિલો પર સપોર્ટ છે. જ્યારે 24 ડોલર એટલે કે 65000 રૂપિયા પ્રતિ કિલો પર રેઝિસ્ટન્સ છે. રોકાણકારોને 56000 રૂપિયાની આસપાસ 65000 રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણની સલાહ છે.
કેડિયા કમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયા
સોનાને 45000 રૂપિયા પ્રતિ એક ગ્રામ પર મજબૂત સપોર્ટ છે. આ ભાવ પર રોકાણકારોએ એન્ટ્રી કરવી જોઈએ. જ્યારે અપર સાઈડમાં દિવાળી સુધી સોનું 46500 રૂપિયાથી 47000 રૂપિયા સુધીની રેન્જમાં જોવા મળી શકે છે. જો કે રોકાણનો દ્રષ્ટિકોણ 3થી 6 મહિનાનો છે. તો સોનામાં 45000 રૂપિયાના ભાવ પર ખરીદી કરાય અને આગળ 47000 રૂપિયાથી 48000 રૂપિયાનો ટાર્ગેટ રાખો. ચાંદીમાં 54000 (એક કિલો) રૂપિયાનો સપોર્ટ છે. જોકે 3થી 6 મહિનામાં તે પાછી 65000 રૂપિયાના ભાવે જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube