સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, એક ઝાટકામાં થઈ ગયું આટલું સસ્તું...
સોનાના ભાવ (Gold price today) માં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડિમાન્ડમાં આવેલા ઘટાડાથી બુધવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાનો ભાવ (Gold latest price) 369 રૂપિયા તૂટીને 40,871 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. ગત નાણાકીય સત્રમાં સોનું 41,267 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. સોનાની જેમ ચાંદીના ભાવ (Silver price) માં પણ 179 રૂપિયા ઘટીને 46881 રૂપિયે પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. મંગળવારે ચાંદી 47060 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું હતું.
ઝી મીડિયા/બ્યૂરો :સોનાના ભાવ (Gold price today) માં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડિમાન્ડમાં આવેલા ઘટાડાથી બુધવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાનો ભાવ (Gold latest price) 369 રૂપિયા તૂટીને 40,871 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. ગત નાણાકીય સત્રમાં સોનું 41,267 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. સોનાની જેમ ચાંદીના ભાવ (Silver price) માં પણ 179 રૂપિયા ઘટીને 46881 રૂપિયે પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. મંગળવારે ચાંદી 47060 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું હતું.
ભરૂચ : બહેનપણીના ઘરે બોલાવીને મહિલાએ વૃદ્ધના કપડા કાઢી બાથમાં લીધા... પણ કરી નાંખી મોટી ભૂલ
HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, સોનાની કિંમતોમાં ડિમાન્ડ ઘટવાને કારણે ઘટાડો આવ્યો છે. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ એક્સપર્ટ તપન પટેલના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 396 રૂપિયા નીચે આવી ગયો છે. વૈશ્વિક બજારોમાં એક દિવસ પહેલા આવેલા ઘટાડામાં પણ સોનાની કિંમત ઓછી થઈ છે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય બેંક વિદેશ વિનિમય માર્કેટમાં રૂપિયા 8 પૈસાના વધારા સાથે 71.17 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 1554 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યું. તો ચાંદી પણ 17.70 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી.
વાયદા બજારમાં શુ છે ભાવ
વૈશ્વિક સ્તર પર સકારાત્મક પ્રવૃત્તિની વચ્ચે સટોડિયામાં સોદા વધવાથી વાયદા બજારમાં સોનું બુધવારે 255 રૂપિયા તેજીની સાથે 40230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં એપ્રિલ મહિાની ડિલીવરી માટે સોનું 255 રૂપિયા એટલે કે 0.64 ટકાના વધારા સાથે 40,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. તેમાં 2173 લોટ માટે કારોબાર થયો.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવે આપ્યા કોરોના વાયરસના ગુજરાતના અપડેટ
તો જૂન મહિનાની ડિલીવરી માટે પીળી ધાતુ 239 રૂપિયા 0.60 ટકા વધીને 40,405 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું છે. તેમાં 153 લોટ માટે કારોબાર થયો. વિશ્વલેષકોના જણાવ્યા અનુસાર, મુખ્ય રૂપથી વૈશ્વિક બજારમાં સકારાત્મક વલણથી સોનાના ભાવામં તેજી આવી છે. વૈશ્વિક સતર પર ન્યૂયોર્કમાં સોનુ 0.48 ટકા મજબૂત થીને 1563 ડોલર પ્રતિ ઔંસ રહ્યું.
વાયદા બજારમાં ચાંદી મજબૂત
વૈશ્વિક બજારોમાં મજબૂત વલણની વચ્ચે હાજર માંગ વધવાને કારણે સટોડિયાના સોદા વધી જવાથી ચાંદીનો ભાવ બુધવારે 382 રૂપિયા વધીને 45916 રૂપિયા કિલો પહોંચી ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં માર્ચ મહિનાની ડિલીવરી માટે ચાંદી 382 રૂપિયા એટલે કે, 0.84 ટકા મજબૂત થઈને 45916 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. તેમાં 3628 લોટ માટે કારોબાર થયો. આ મહિનાની ડિલીવરી માટે ચાંદીની કિંમત 369 રૂપિયા એટલે કે 0.80 ટકાના વધારા સાથે 46,418 રૂપિયા કિલો રહ્યું. તેમાં 45 લોટ માટે કારોબાર થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના અન્ય સમાચાર જાણવા માટે કરો ક્લિક...