Gold Price Today: સોનાના ભાવમાં આજે આવી તેજી, જુઓ 14થી 24 કેરેટ સુધીના ગોલ્ડનો ભાવ
બુધવારે ભારતમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો તો ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ Gold Price Today 19th May 2021 : સોના-ચાંદીના ભાવમાં આજે ફેરફાર જોવા મળ્યો છે. દેશભરની સોની બજારમાં આજે 24 કેરેટ ગોલ્ડની એવરેજ કિંમત 48500 રૂપિયાની નજીક રહી છે. તો ચાંદી મંગળવારના મુકાબલે આજે બુધવારે 165 રૂપિયા પ્રતિ કિલો ઘટી 72332 રૂપિયા પર પહોંચી ગઈ છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ (ibjarates.com) પ્રમાણે 19 મે 2021ના દેશભરની સોની બજારોમાં સોના-ચાંદીનો હાજર ભાવ આ પ્રકારે છે...
ધાતુ | 19 મેનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) | 18 મેનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) |
ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ) |
Gold 999 (24 કેરેટ) | 48472 | 48419 | 53 |
Gold 995 (23 કેરેટ) | 48278 | 48225 | 53 |
Gold 916 (22 કેરેટ) | 44400 | 44352 | 48 |
Gold 750 (18 કેરેટ) | 36354 | 36314 | 40 |
Gold 585 ( 14 કેરેટ) | 28356 | 28325 | 31 |
Silver 999 | 72332 | 73168 Rs/Kg | -164 Rs/Kg |
IBJA ના રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે IBJA દ્વારા જારી કરવામાં આવેલા રેટ દેશભરમાં સર્વમાન્ટ છે. પરંતુ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી (GST) સામેલ કરવામાં આવતું નથી. સોનું ખરીદતા-વેચવા સમયે તમે IBJA ના રેટનો હવાલો આપી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે ibja દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીનો કરન્ટ રેટ લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીના કરન્ટ રેટ કે હાજર ભાવ દરેક જગ્યાએ અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં સામાન્ય અંતર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube