સોના અને ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોની જેમ તેજી જોવા મળી રહી છે. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી વચ્ચે ગ્લોબલ અને લોકલ બજારોમાં મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે. શરાફા બજારમાં પણ તેજી છે. ગુરુવારે કોમેક્સ પર સોનું 30 ડોલર ઉછળીને 2675 ડોલરની નજીક પહોંચી ગયું હતું. જ્યારે ચાંદી 2 ટકાની તેજી સાથે 30 ડોલર આસપાસ હતી. ઘરેલુ બજારમાં પણ સોનામાં ઉછાળો છે. ફટાફટ વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર (MCX) પર આજે સોનું 108 રૂપિયા ચડીને 77825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. જે કાલે 77,717 રૂપિયા પર ક્લોઝ  થયું હતું. જ્યારે આ દરમિયાન ચાંદી 102 રૂપિયા ઉછળીને 89,275 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 89,173 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 


શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 390 રૂપિયા ઉછળીને 77,469 રૂપિયાની સપાટી પર પહોંચ્યું છે. જે કાલે 77,079 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 500 રૂપિયા ઉછળીને 87,667 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે પહોંચી છે જે કાલે 87,167 રૂપિયાના સ્તરે હતી. 



રિટેલ ભાવ પર ફેરવો નજર



ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)