Gold Rate Today: અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today 5th June 2023: સોના અને ચાંદીના ભાવમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર અને શરાફા બજારમાં બંનેમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે.
Gold Silver Price Today 5th June 2023: સોના અને ચાંદીના ભાવમાં આજે અઠવાડિયાના પહેલા જ દિવસે ભારે કડાકો જોવા મળી રહ્યો છે. MCX પર સવારે સોનાના ભાવમાં 300 રૂપિયાનો કડાકો જોવા મળ્યો. 10 ગ્રામ સોનું 59500 રૂપિયાના સ્તરે ટ્રેડ થયેલું જોવા મળ્યું. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. ચાંદી પ્રતિ કિલો 200 રૂપિયા ઘટીને MCX પર 71817 રૂપિયાના સ્તરે જોવા મળી. એ જ રીતે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચેક કરો લેટેસ્ટ રેટ...
શરાફા બજારમાં લેટેસ્ટ રેટ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 707 રૂપિયા ઘટીને 59601 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળા ગોલ્ડના ભાવમાં 647 રૂપિયાનો ઘટાડો થયો છે અને હાલ તે 54595 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો 935 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને હાલ ચાંદી પ્રતિ કિલો 71423 રૂપિયાના સ્તરે વેચાઈ રહી છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
એપ દ્વારા ચેક કરી શકો છો પ્યોરિટી
જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદી કરવા જઈ રહ્યા હોવ તો હોલમાર્ક જોઈને જ ગોલ્ડ ખરીદો. સોનાની શુદ્ધતા ચેક કરવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS Care app’ દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા ફરિયાદ પણ કરી શકો છો.
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, બરગઢમાં માલગાડીના 5 ડબ્બા ખડી પડ્યા
બે પત્નીએ જાહેરમાં કરી એવી મારામારી....પતિ વચ્ચે પડ્યો તો તેને પણ ચપ્પલથી માર્યો
Video: 'અમારી જવાબદારી હજુ'...ગૂમ થયેલા લોકો વિશે વાત કરતા કરતા રેલમંત્રી રડી પડ્યા
24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube