Gold Rate Today: સોનામાં આગ ઝરતી તેજી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Today Gold Price: સોના અને ચાંદીમાં ગઈ કાલે અઠવાડિયાના પહેલા જ દિવસે કડાકો જોવા મળ્યો હતો પરંતુ આજે સોના અને ચાંદીમાં તેજીનો માહોલ છે. ગઈ કાલે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 59601ના સ્તરે બંધ થયો હતો જે આજે 60003 રૂપિયા જોવા મળી રહ્યો છે.
Today Gold Price: સોના અને ચાંદીમાં ગઈ કાલે અઠવાડિયાના પહેલા જ દિવસે કડાકો જોવા મળ્યો હતો પરંતુ આજે સોના અને ચાંદીમાં તેજીનો માહોલ છે. ગઈ કાલે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 59601ના સ્તરે બંધ થયો હતો જે આજે 60003 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીમાં પણ તેજી છે અને હાલ 71688 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે.
શરાફા બજારમાં સોના ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે 700 રૂપિયા જેટલું ઘટ્યું હતું જેમાં આજે 402 રૂપિયાનો વધારો થતા હાલ ભાવ 60003 રૂપિયા જોવા મળી રહ્યા છે. આ સાથે જ 995 પ્યોરિટીવાળું ગોલ્ડ પણ 401 રૂપિયા ચડીને 59763 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 367 રૂપિયા વધીને 54962 રૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ એક કિલો ચાંદીનો ભાવ 226 રૂપિયા વધીને 71688 રૂપિયા જોવા મળી રહ્યો છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube