Gold-Silver Price Today, July 11: ભારતીય શરાફા બજારે આજે સોના ચાંદીના ભાવ જાહેર કર્યા છે. લેટેસ્ટ ભાવ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 50924 રૂપિયા જોવા મળ્યો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ વધીને 56466 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે દિવસમાં બેવાર સોના ચાંદીના ભાવ જાહેર કરાય છે. એકવાર સવારે અને એકવાર સાંજે, ibjarates.com ના જણાવ્યાં મુજબ 995 પ્યોરિટીવાળું સોનું આજે 50720 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 916 પ્યોરિટીવાળું સોનું 46646 રૂપિયે વેચાય છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળું સોનું વધીને 38193 રૂપિયે વેચાય છે. 585 પ્યોરિટીવાળું સોનું 29791 રૂપિયે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો  ભાવ 56466 રૂપિયા થયો છે. 


સોના અને ચાંદીના ભાવમાં રોજેરોજ ફેરફાર જોવા મળે છે. આજે સોના ચાંદીના ભાવ વધેલા જોવા મળ્યા. 999 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે 71 રૂપિયા, 916 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે 65 રૂપિયા મોંઘુ થયું. 750 પ્યોરિટીવાળું સોનું 53 રૂપિયા અને 585 પ્યોરિટીવાળું સોનું 42 રૂપિયા મોંઘુ થયું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં 39 રૂપિયાનો વધારો નોંધાયો છે. 


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube