નવી દિલ્હી: સોનાના દાગીનાના વેચાણ માટેના નિયમો બદલાઈ રહ્યાં છે. હવે સોનાના દાગીના પર હોલમાર્કનું નિશાન જરૂરી બની રહ્યું છે. હવે તમે પહેલાની જેમ સોનાના દાગીના ખરીદી શકશો નહીં. કેન્દ્ર સરકાર તરફથી સોનાના દાગીના પર હોલમાર્કિંગ જરૂરી કરવાની પ્રક્રિયા બુધવાર એટલે કે આજથી શરૂ થઈ જશે. એક વર્ષ બાદ 15 જાન્યુઆરી 2021થી આ કાયદો લાગુ થઈ જશે. કાયદો લાગુ થયા બાદ હોલમાર્ક વગરના દાગીના વેચવા બદલ આભૂષણ વેચતા વેપારીઓએ ભારે ભરખમ દંડ ભરવો પડી શકે છે. ગંભીર કેસોમાં તેમને જેલ પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'અમે બેઠા છીએ' એવું હવે નહીં ચાલે
કેન્દ્ર સરકારને છેલ્લા કેટલાક વર્ષોથી આભૂષણોમાં સોનાની ક્વોલિટીને લઈને ફરિયાદો મળી રહી છે. ગ્રાહક જ્યારે પણ ક્વોલિટીની વાત કરૈ છે તો દુકાનદાર અમે બેઠા છીએ બોલીને તેના સવાલ ટાળે છે. જ્યારે ગ્રાહક કોઈ બીજી દુકાન પર આ આભૂષણને લઈને જાય છે તો સોનાની ગુણવત્તા ખબર પડે છે. પરંતુ સરકારે હવે નિર્ણય લીધો છે કે કોઈ પણ આભૂષણ હોલમાર્ક વગર વેચી શકાશે નહીં. એકવાર ક્વોલિટીની જાણ થયા બાદ ગ્રાહકો પાસેથી વધુ પૈસા પડાવી શકશે નહીં. આ સાથે જ ગ્રાહક પણ આભૂષણને લઈને આશ્વસ્ત થશે. 


બીઆઈએએસના ડીડીજી એચએસ પસરીચાએ જણાવ્યું કે સોનાના દાગીના પર બીએસઆઈનું હોલમાર્કિંગ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ શુદ્ધતાના સોનાના દાગીના પર કરવામાં આવશે. હોલમાર્કિંગમાં ચાર ચીજો સામેલ થશે. જેમાં બીઆઈએસનો માર્ક, શુદ્ધતા જેમ કે 22 કેરેટ તથા 916, અસેસિંગ સેન્ટરની ઓળખ, આભૂષણ વેપારીની ઓળખનું ચિન્હ સામેલ છે. 


દંડ કે પછી જેલ
તેમણે જણાવ્યું કે 15 જાન્યુઆરી 2021થી હોલમાર્ક વગરના સોનાના દાગીના તથા આભૂષણ વેચવાની ફરિયાદ મળશે તો આભૂષણ વેપારીએ બીઆઈએસ કાયદા હેઠળ એક લાખ રૂપિયા સુધીનો દંડ કે પછી આભૂષણની કિંમતના પાંચ ઘણા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સાથે એક વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. દંડ કે જેલનો નિર્ણય કોર્ટ કરશે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube