Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે 3 મે 2023ના રોજ સોના અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. શુદ્ધ સોનું 61 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 75 હજાર ક્રોસ કરી ગયો છે. જાણો આજના સોના અને ચાંદીના શરાફા બજારના ભાવ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે સાંજે 60417 ના સ્તરે બંધ થયું હતું. જ્યારે આજે 654 રૂપિયાની તેજી સાથે ભાવ 61071 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 651 રૂપિયાના વધારા સાથે 60827 ના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 599 રૂપિયાના વધારા સાથે 55941ના સ્તરે છે. 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 491 રૂપિયાના વધારા સાથે 45803 ના સ્તરે જોવા મળી રહ્યું છે. 585 પ્યોરિટીવાળું સોનું 383 રૂપિયા વધીને 35726 ના સ્તરે છે. હવે ચાંદીની વાત કરીએ તો ચાંદી પ્રતિ કિલો 947 રૂપિયાનો વધારો થતા 75173 ના સ્તરે જોવા મળી રહી છે. 



(સોનાના ભાવ 10 ગ્રામ પ્રમાણે છે અને ચાંદીનો  ભાવ પ્રતિ કિલો છે)


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


ભણવાની ઉંમરે 100 કરોડનો માલિક બન્યો આ છોકરો, તમે પણ કરી શકો આ કમાલ, જાણો કેવી રીતે


આ મલ્ટિબેગર સ્ટોકથી રોકાણકારો થઈ ગયા માલામાલ, 1 લાખના થઈ ગયા 2 કરોડ 46 લાખ


આગામી 5 વર્ષમાં ભારતમાં રોજગારમાં બદલાવનો દર 22 ટકા રહેશે: વર્લ્ડ ઈકોનોમિક ફોરમ


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube