Gold Price 3 Jan: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર, ચેક કરો 14થી 24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Sona no bhav: સોના-ચાંદીની કિંમતમાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે. સોની બજારમાં મંગળવારે 10 ગ્રામ સોનું 55702 રૂપિયા પર ખુલ્યું, જેમાં સોમવારના બંધ ભાવના મુકાબલે 539 રૂપિયાનો વધારો જોવા મળે છે. તો ચાંદી પણ સોમવાર કરતા મંગળવારે વધારા સાથે ખુલી હતી.
નવી દિલ્હીઃ Gold Price 3 Jan 2023: સોના-ચાંદીની કિંમતમાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે. સોની બજારમાં મંગળવારે 10 ગ્રામ સોનાનો ભાવ 55702 રૂપિયા પર ખુલ્યો, જે સોમવારના બંધ ભાવથી 539 રૂપિયા વધારે છે. તો ચાંદી 1310 રૂપિયાના વધારા સાથે 69659 રૂપિયા પર ખુલી હતી.
નોંધનીય છે કે એમસીએક્સ પર મંગળવારે બપોરે સોનું 0.91 ટકાની તેજીની સાથે 55692 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. તો ચાંદી 1.80 ટકાના વધારા સાથે 70824 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચી ગઈ હતી. સોનાનો વાયદા ભાવ 3 ફેબ્રુઆરી, જ્યારે ચાંદીનો વાયદા ભાવ 3 માર્ચ માટે હતો.
સોની બજારમાં હવે શુદ્ધ સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટથી 56254 રૂપિયા 10 ગ્રામથી 552 રૂપિયા સસ્તું રહી ગયું છે. જ્યારે ચાંદી પોતાના 3 વર્ષ પહેલાના ઉચ્ચ રેટ 76008 રૂપિયા પ્રતિ કિલોથી માત્ર 6349 રૂપિયા સસ્તી છે.
આ પણ વાંચોઃ તમારી કંપની નાદાર થઈ જાય અથવા ડૂબી જાય તો પણ તમને ગ્રેચ્યુટી મળશે? ખાસ જાણો આ નિયમ
આજે સોની બજારમાં 24 કેરેટ સોનાનો જીએસટી સહિત એવરેજ ભાવ 57373 રૂપિયા છે. તો 23 કેરેટ ગોલ્ડની એવરેજ કિંમત હવે જીએસટી સાથે 57143 રૂપિયા છે. આજે તે 55479 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ખુલ્યું હતું. તેમાં 95 ટકા સોનું હોય છે. જો તેના પર જ્વેલર્સનો નફો જોડવામાં આવે તો તે 62857 રૂપિયામાં પડશે. જ્વેલરી મેકિંગ ચાર્જની સાથે તે 66000 રૂપિયાની નજીક પહોંચી જશે.
વાત કરીએ સોના-ચાંદીના આ ભાવ આઈબીજેએ દ્વારા જારી કરવામાં આવે છે, જે એવરેજ રેટ છે, જે ઘણા શહેરો માટે છે. તેના પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ લાગેલો હોતો નથી. તમારા શહેર અને આ ભાવમાં 500થી લઈને 2000 રૂપિયા સુધીનો ફેરફાર હોઈ શકે છે.
આ પણ વાંચોઃ GPay, Paytm કે PhonePe સહિતની UPI Apps થી તમે એક દિવસમાં રૂપિયા કરી શકો છો ખર્ચ?
18 કેરેટ ગોલ્ડનો ભાવ 41777 રૂપિયા
22 કેરેટ ગોલ્ડની કિંમત 51023 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હવે તેના પર 3 ટકા જીએસટી જોડવામાં આવે તો સોનાની કિંમત 52553 રૂપિયા છે. તેમાં 85 ટકા ગોલ્ડ હોય છે. જ્યારે 18 કેરેટ ગોલ્ડનો ભાવ 41777 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને જીએસટી સાથે તેની કિંમત 43030 રૂપિયા થઈ જાય છે. તેમાં 75 ટકા સોનું હોય છે. તો 14 કેરેટ ગોલ્ડનો ભાવ 32586 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube