નવી દિલ્હીઃ Gold-Silver Price Down:આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજેટ પહેલાં સોના અને ચાંદી બંનેના ભાવ નીચે આવી ગયા છે. આ સમયે તમારી પાસે સસ્તું સોનું ખરીદવાની સારી તક છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં સોનું સસ્તું થયું છે. આજે અહીં સોનાની કિંમત 57,000 ની નીચે આવી ગઈ છે. HDFC સિક્યોરિટીઝે આ અંગે માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનું અને ચાંદી સસ્તા થયા
મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 105 રૂપિયા ઘટીને 56,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 56,885 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે, ચાંદીનો ભાવ પણ રૂ. 379 ઘટીને રૂ. 68,418 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.


વૈશ્વિક બજારમાં ભાવ?
વિદેશી બજારોમાં સોનું ઘટીને 1,913 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી 23.27 ડોલર પ્રતિ ઔંસ પર હતી.


આ પણ વાંચોઃ 2 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાયા શું તમને મળ્યા?, PM-KISANમાં 11.3 કરોડ ખેડૂતો કવર


જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય?
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચ ડિપાર્ટમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે બજારના વેપારીઓ કેન્દ્રીય બજેટ 2022-23માં સોના પરની આયાત ડ્યૂટીમાં કાપની અપેક્ષા રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે અમે આ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ.


તમારા શહેરમાં સોનાના ભાવ ઘરબેઠા જાણો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે માત્ર 8955664433 પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube