• તમે સરકારની આ Sovereign Gold Bond Scheme સ્કીમમાં ઈન્વેસ્ટ કરીને અનેક ફાયદા મેળવી શકો છો.

  • RBI દ્વારા આ વર્ષે સોનાની ઈશ્યુ પ્રાઈઝ 5177 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે.

  • તેના પર ઓનલાઈન ઈન્વેસ્ટ કરનારા ઈન્વેસ્ટર્સને 50 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે


ઝી મીડિયા/બ્યૂરો :દિવાળીનો તહેવાર આવી ચૂક્યો છે. આ પહેલા ધનતેરસના શુભ પ્રસંગે લોકો વિવિધ પ્રકારના સામાન ખરીદે છે. અનેક પરિવાર સોનુ પણ ખરીદે છે. આવામાં જો તમે ધનતેરસના અવસર પર સોનુ ખરીદવા માંગો છો તો આ તમારે કેટલીક માહિતી જાણી લેવી જરૂરી છે. કેમ કે, આ વખતે કેન્દ્ર સરકારે સોના (gold price) સાથે જોડાયેલ ખાસ યોજના (Sovereign Gold Bond Scheme) ધનતેરસના દિવસે માર્કેટમા લોન્ચ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, આ ફિઝીકલ ગોલ્ડ નહિ હોય, પરંતુ તમે સરકારની આ Sovereign Gold Bond Scheme સ્કીમમાં ઈન્વેસ્ટ કરીને અનેક ફાયદા મેળવી શકો છો. આ એક પ્રકારનો બોન્ડ એટલે કે પેપર વર્ક હશે. જેના પર તમારે સોનાના ભાવ અને વજન વગેરેની માહિતી મળી રહેશે. ભવિષ્યમાં યોગ્ય સમય આવતા તમે તેને વેચીને નફો કરી શકો છો. 


તહેવારોની સીઝનમાં ભારતીય રિઝર્વ બેંકની Sovereign Gold Bond Scheme ની શરૂઆત થઈ છે. આરબીઆઈ Sovereign Gold Bond Scheme  ની આ વર્ષ 8 મી સબ્સ્ક્રીપ્શન સીરિઝ છે. આવામાં સરકારના બોન્ડમાં ઈન્વેસ્ટ કરનારાઓ માટે આ ફાયદાનો સોદો બની રહેશે. 


આ યોજના માત્ર 9 થી 13 નવેમ્બર માટે જ શરૂ કરવામાં આવી હતી. આવામાં તમારી પાસે માત્ર આજનો જ સમય છે. RBI દ્વારા આ વર્ષે સોનાની ઈશ્યુ પ્રાઈઝ 5177 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. તેના પર ઓનલાઈન ઈન્વેસ્ટ કરનારા ઈન્વેસ્ટર્સને 50 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી છે. 


આ પણ વાંચો : ધનતેરસ પર આજે પીએમ મોદી ગુજરાતીઓને આપશે આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટની ભેટ 


તમને જણાવી દઈએ કે, Sovereign Gold Bond ની ખાસિયત એ છે કે, માર્કેટ રેટથી અહી ઓછુ સોનુ હોય છે. સાથે જ બોન્ડની કિંમત RBI દ્વારા નક્કી કરવામાં આવે છે, ન કે માર્કેટ દ્વારા. આ બોન્ડમાં ઈન્વેસ્ટ કરનારાઓને ટેક્સમાં રાહત આપવામાં આવે છે. સાથે જ બોન્ડના માધ્યમથી તમે ઈચ્છો તો બેંકમાંથી લોન પણ લઈ શકો છો. કેમ કે, સરકારી બોન્ડની સરળતા લિક્વિડીટી વધુ હોય છે. 


ઉલ્લેખનીય છે કે, આ બોન્ડમાં શરૂઆતી ઈન્વેસ્ટમેન્ટ 1 ગ્રામ સોનાથી કરવામા આવે છે. જો તમે 9 થી 13 નવેમ્બરની વચ્ચે સોવેરન ગોલ્ડ ખરીદો છો, તો તમને 5177 રૂપિયા આપવાના રહેશે. જે માર્કેટ રેટથી ઓછું છે. તો આ બોન્ડ અંતર્ગત સોનામાં ઈન્વેસ્ટ કરવાની મર્યાદા 500 ગ્રામ સુધી રાખવામાં આવી છે. 


સોવેરેન ગોલ્ડ બોન્ડ ખરીદવાના અનેક ફાયદા છે. સોનાના ભાવમાં જેમ જેમ વધારો થતો જશે, તેમ બોન્ડની કિંમતમાં પણ વધારો થશે. એટલે કે ઈન્વેસ્ટમેન્ટનો ફાયદો મળશે. આ બોન્ડ પેપર કે ડિજીટલ માધ્યમમાં રહેશે. એટલે કે તમારે બેંકમાં જઈને ચક્કર લગાવવાની જરૂર નહિ પડે. તેમજ લોકર પર રૂપિયા ખર્ચવાની જરૂર પણ નહિ પડે. 


આ સોવેરન ગોલ્ડ બોન્ડ તમે અનેક જગ્યાઓ જેમ કે, પોસ્ટ ઓફિસ, બેંક, બીએસઈ, એનએસઈ તેમજ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વગેરેમા વેચી પણ શકો છો.