નવી દિલ્હી: સોનું અને ચાંદી સતત પોતાની ચમક ગુમાવી રહ્યા છે. સીઝન શરૂ થતાં પહેલાં Gold અને Silver ની કિંમત સતત ઘટી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળાઇના વલણના લીધે દિલ્હી સોની બજારમાં સોનું અને ચાંદી બંનેની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. રોકાણકારો માટે સોનું ખરીદવાનો સૌથી સારો સમય છે કારણ કે મોટાભાગે જોવામાં આવ્યું છે કે લગ્નની સિઝન શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અને ઘટી ગયા સોનાના ભાવ
અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે સોનું 43,887 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યું. HDFC Securities ના અનુસાર આ ગત અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે એટલે કે 26 ફેબ્રુઆરીએ સોનું 44,409 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ત્યારબાદ આગામી અઠવાડિયામાં સોનાની કુલ કિંમત 552 રૂપિયા ઘટી. ગત અઠવાડિયાથી સોનાની કિંમતમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. 

Home Loan થઇ સસ્તી , હવે આ બેંકએ ઘટાડ્યા વ્યાજ દર, 10 વર્ષોમાં સૌથી ઓછો દર, આજથી લાગૂ


સોનું ઉચ્ચતમ સ્તરથી 12 હજાર રૂપિયાથી વધુ સસ્તું
ગત વર્ષે કોરોના સંકટના લીધે લોકોએ સોનામાં જોરદાર રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020 માં MCX અને 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તર સાથે તુલના કરીએ તો સોનું 25% ટકા તૂટી ચૂક્યું છે. આંકડા અનુસાર જોઇએ તો સોનાના ભાવમાં ઓગસ્ટ 2020ના મુકાબલે 12,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાદો થઇ ચૂક્યો છે. 

Gold Price Today: હવે મોંઘું થશે સોનું? એક્સપર્ટ પાસેથી જાણો ક્યારે ખરીદવું સોનું?


નબળી પડી ચાંદી
સોનાની સાથે સાથે ચાંદી પણ સતત પોતાની ચમક ગુમાવી ચૂકી છે. શુક્રવારે ચાંદીના ભાવમાં  મોટો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે સવારે ચાંદીના ભાવ 66,627 પ્રતિ કિલોની કિંમત હતી પરંતુ દિવસ પુરો થતાં થતાં ચાંદી નબળી પડી. કુલ 1822 રૂપિયાની સાથે ચાંદી 64,805 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી ગઇ. 1 ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે MCX પર ચાંદીના માર્ચ વાયદા 74400 રૂપિયાના ઉપરની જતો રહ્યો હતો. ચાંદીનું અત્યાર સુધીનું ઉચ્ચતમ સ્તર  79,980 રૂપિયા પ્રતિ કિલો છે. આ મુજબ ચાંદી પણ પોતાના ઉચ્ચતમ સ્તરથી લગભગ 15,105 રૂપિયા પ્રતિ કિલો સસ્તી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube