નવી દિલ્હી: લગ્નની સિઝન શરૂ થઇ ગઇ છે અને આ દરમિયાન કિંમતી ધાતુઓ સોના- ચાંદીને લઇને એક સારા સમાચાર આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવ ઓછા થઇ ગયા છે. જોકે લગ્ન માટે ઘરણાં ખરીદવાનું મન બનાવી રહેલા લોકો માટે આ સમય ફાયદાનો છે. જોકે વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવના લીધે ગુરૂવારે ભારતીય બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

51 હજાર રૂપિયાથી નીચે ગયું સોનું
મલ્ટીકમોડિટી એક્સચેંજના અનુસાર સવારે  09:10 વાગે 24 કેરેટૅ શુદ્ધતાવાળા સોનાનો વાયદો રૂ. 47 ઘટી રૂ. 50,906 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તમને જણાવી દઈએ કે સોનાના ભાવ આ કિંમત પર ખુલ્યા હતા અને પછી સ્થિર રહ્યા હતા. આ રીતે, સોનું હજી પણ તેના રેકોર્ડ સ્તરથી લગભગ 4,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે વેચાઈ રહ્યું છે.

SBI ના ગ્રાહકો માટે મોટા સમાચાર! બેંકએ કર્યા એલર્ટ, બંધ થઇ શકે છે તમારી બેકિંગ સેવા


ચાંદીમાં પણ આવ્યો ઘટાડો
તો બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો MCX પર ગુરૂવારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને ચાંદી ગહ્ટીને 67 હજારથી નીચે પહોંચી ગઇ છે. ચાંદીના ભાવ 537 રૂપિયા ઘટીને 66,869 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે. સોનાની માફક ચાંદી પણ પોતાના રેકોર્ડ સ્તરથી ઘણી નીચે વેચાઇ રહી છે. તેના હાલમા ભાવ રેકોર્ડ સ્તરથી લગભગ 6 હજાર રૂપિયા ઓછા છે. જ્યારે તેના એક દિવસ પહેલાં સોના ચાંદીના ભાવમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. 


....બધુ ઘટી શકે છે ભાવ
ભાવમાં ઘટાડા વચ્ચે વિશેષજ્ઞોનું કહેવું છે કે રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ થતાં સોનાના ભાવમાં વધુ ઘટાડો આવી શકે છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં કોરોના મહામારી દરમિયાન સોનાના ભાવ પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા હતા. 2020 માં સોનું 55,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વેચાઇ રહ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube