ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય માર્કેટમાં સોમવારે માર્કેટ ખૂલતાની સાથે જ સોનાના ભાવ (Gold price today) માં ઘટાડો જોવા મળ્યો. MCX પર સોનું બપોરે 1.00 કલાકની આસપાસ 110 રૂપિયાના ઘટાડાની સાથે 10869.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું. તો જૂન મહિનાના વાયદા માટે સોનું 127.00 રૂપિયાના ઘટાડાની સાથએ 41021.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું. તો ચાંદી (Silver price today) 173 રૂપિયાની તેજી સાથે લગભગ 46400.00 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી હતી.


LRD મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન, જે નિર્ણય લીધો છે તેમાં બીજો કોઈ સુધારો કરવાના મૂડમાં અમે નથી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે તેજીની સાથે બંધ થયુ સોનુ
દિલ્હી સરાફા બજારમાં શુક્રવારે સોનાની કિંમત 75 રૂપિયાની તેજીની સાથે 41481 રૂપિયા પ્રતિ ગ્રામ રહી હતી. HDFC સિક્યુરિટીઝના અનુસાર, આ પ્રકારે ચાંદી પણ 147 રૂપિયાની તેજીની સાથે 47036 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયું હતું. તેના પહેલા ચાંદીના ભાવ 46,889 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. ગુરુવારે સોનાનો ભાવ 41406 રૂપિયા પ્રતિ ગ્રામ પર બંધ થયો હતો. 


6-7 બંદૂકોથી ધડાધડ ફાયરિંગ કરનારો video નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રના લગ્નનો નીકળ્યો


સોનાના આયાતમાં ઘડાટો
Gold imports: દેશમાં સોનાની આયાત (Gold import) ચાલુ ફાઈનાન્શિયલ વર્ષમાં એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન અંદાજે 9 ટકા ઘટીને 24.26 અરબ ડોલર (1.74 લાખ કરોડ રૂપિયા) રહ્યું. વાણિજ્ય મંત્રાલય (Ministry of Commerce) ના આંકડા અનુસાર, તેનાથી પૂર્વ ફાઈનાન્શિયલ વર્ષ 2018-19 ના આ સમયમાં મૂલ્યવાન ધાતુની આયાત 27 અરબ ડોલર હતી. સોનાની આયાદમાં ઘટાડાથી દેશનો વેપાર ઘટાડો (Trade Deficit) થઈને એપ્રિલ-જાન્યુઆરી સમયમાં 133.27 અરબ ડોલર રહ્યું. જ્યારે કે, એક વર્ષ પહેલા આ સમયમાં તે 163.27 અરબ ડોલર હતું. 


સુરક્ષા સાધનો અને જરૂરી સામાન લઈને અમેરિકાથી ખાસ વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું


પીળી ધાતુની આયાતમાં ગત વર્ષે જુલાઈથી જ ઘટાડો નોંધવામાં આવી રહ્યો હતો. જોકે, ગત વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં તેમાં સકારાત્મક વધારો થયો હતો. તો ડિસેમ્બરમાં, અંદાજે 4 ટકા અને આ વર્ષે જાન્યુઆરીમાં 31.5 ટકાનો ઘટાડો આવ્યો હતો. ભારત સોનાની સૌથી વધુ આયાત કરતો દેશ છે. ખાસ કરીને જ્વેલરી ઉદ્યોગની માંગ પૂરી કરવા માટે તેની આયાત કરવામાં આવે છે. માત્રાના હિસાબથી દેશમાં વાર્ષિક 800થી 900 ટન સોનાની આયાત થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર