નવી દિલ્હીઃ Gold Rate Today: પાછલા સપ્તાહે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ફિઝિકલ માર્કેટમાં ઉંચી કિંમતો પર ડિમાન્ડમાં ઘટાડો જોવા મળ્યો. ન્યૂઝ એજન્સી પીટીઆઈ રપ્રમાણે જ્લેવર્સે આ વર્ષે સેલ્સ વોલ્યૂમમાં 10 ટકા ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. IIFL સિક્યોરિટીઝના બુલિયન એક્સપર્ટ અનુજ ગુપ્તાએ કહ્યુ કે સાપ્તાહિક આધાર પર MCX પર સોનું 0.82 ટકાના ઘટાડા એટલે કે 485 રૂપિયાની કમીની સાથે 59855 રૂપિયા દસ ગ્રામના સ્તર પર બંધ થયું. સ્પોટ માર્કેટમાં તે 1.05 ટકાના ઘટાડા સાથે 1982 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર બંધ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીમાં 1023 રૂપિયાનો થયો ઘટાડો
ચાંદીની વાત કરીએ તો MCX પર તેમાં 1.37 ટકાનો ઘટાડો થયો છે. તે 1023 રૂપિયાના ઘટાડા સાથે 74654 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ હતી. સ્પોટ માર્કેટમાં ચાંદી 0.92 ટકાના ઘટાડા સાથે 25.08 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર બંધ થઈ. એક્સપર્ટે કહ્યું કે ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને ફેડ વધુ એક રેટ હાઇક કરી શકે છે, આ આશંકાથી સોના-ચાંદી પર દબાવ છે. 


આ પણ વાંચોઃ બુધવારે ખુલશે દિગ્ગજ ફાર્મા કંપનીનો IPO, પ્રાઇઝ બેન્ડ 1080 રૂપિયા નક્કી, જાણો વિગત


પરંતુ મંદીને લઈને વધતી આશંકાથી સોના-ચાંદીનો આઉટલુક મજબૂત થઈ રહ્યો છે અને કિંમતને સપોર્ટ પણ મળતો જોવા મળી રહ્યો છે. આ કારણ છે કે સોના-ચાંદીમાં મોટું પ્રાઇઝ કરેક્શન થઈ રહ્યું નથી. એક્સપર્ટે આગામી સપ્તાહ માટે MCX ગોલ્ડનો ઇમીડિએટ સપોર્ટ 59500 રૂપિયા અને 59000 રૂપિયાના સ્તર પર મજબૂત સપોર્ટ દેખાડ્યો છે. તેજીની સ્થિતિમાં 60300 રૂપિયાના સ્તર પર ઇમીડિએટ અવરોધ છે અને ત્યારબાદ 60700 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર અવરોધ છે. 


MCX પર ચાંદીનો પહેલો ટાર્ગેટ 76000 રૂપિયા
ટેક્નિકલ આધાર પર આગામી સપ્તાહે સોનું એક રેન્જમાં રહેશે. MCX પર ચાંદી માટે ઈમીડિએટ સપોર્ટ 73000 રૂપિયાના સ્તર પર અને મજબૂત સપોર્ટ 71500 રૂપિયાના સ્તર પર છે. તેજીની સ્થિતિમાં 76000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું સ્તર મહત્વપૂર્ણ છે. ત્યારબાદ આગામી સપોર્ટ 77500 રૂપિયાના સ્તર પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube