Gold Price: અઠવાડિયાના પહેલા દિવસે ભાવમાં ઘટાડો; જાણો શું છે આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવનો દોર ચાલી રહ્યો છે. સોનાના ભાવમાં (Gold Rate) ફરી એકવાર નરમી આવી છે. અઠવાડીયાના પહેલા કારોબારી દિવસે જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો કે, ચાંદીના ભાવમાં (Silver Price) તેજી જોવા મળી રહી છે
નવી દિલ્હી: સોના-ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવનો દોર ચાલી રહ્યો છે. સોનાના ભાવમાં (Gold Rate) ફરી એકવાર નરમી આવી છે. અઠવાડીયાના પહેલા કારોબારી દિવસે જ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો કે, ચાંદીના ભાવમાં (Silver Price) તેજી જોવા મળી રહી છે. દેશભરના સર્રાફા બજારમાં સોમવારે 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવમાં (Gold Price) ઘટાડો નોંધાતા 49,186 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે શુક્રવારના સોનાનો ભાવ 49,420 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.
સસ્તું થયું સોનું
સોનાની કિંમતમાં (Gold Rate) સોમવારના મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનાના વાયદા ભાવમાં 182 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. સોનાના ફ્યૂચર રેટમાં પણ મોટી નરમાઈ જોવા મળી રહી છે અને MCX પર 5 ફેબ્રુઆરી ડિલિવરીવાળા સોનાની કિંમતમાં 0.37 ટકાનો ઘટાડો નોંધાયો છે અને સોનું ઘટાડા સાથે 48,958 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે એપ્રિલ ડિલિવરીવાળા સોનાના ભાવમાં 0.36 ટકાનો ઘટાડો આવતા સોનું 49,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
આ પણ વાંચો:- Aadhar Card ની જેમ ફોન પર Download કરો Voter-ID Card, આજથી શરૂ થશે આ સુવિધા
કેવી છે ચાંદીની સ્થિતિ
અઠવાડીયાના પહેલા કારોબારી દિવસે અહીં સોનાની કિંમતમાં મંદી આવી તો ત્યારે ચાંદીની ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોમવારના ચાંદીના ભાવમાં 615 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત પર નજર કરીએ તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી રેટ અનુસાર આજે ચાંદીની કિંમત 66,407 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે.
આ પણ વાંચો:- SBI ની આ નવી યોજના વૃદ્ધાવસ્થામાં તમને કરાવશે ફાયદો? જાણો કેટલું મળશે વળતર
જાણો 24થી 18 કેરેટ સુધી સોનાનો ભાવ
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર ઈશ્યુ સોના-ચાંદીના ભાવ પર નજર કરીએ તો 25 જાન્યુઆરી 2021ના 24 કેરેટ સોનાનો ભાવ 49,186 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેન્ડ કરી રહ્યો છે. ત્યારે 23 કેરેટ સોનાનો ભાવ 48,989 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ 45,054 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 36,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. ત્યારે ચાંદીના ભાવમાં 66,407 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, IBJAના રેટ દેશભરમાં સર્વમાન્ય છે. દેશભરના 14 સર્રાફા બજારોમાં સોના અને ચાંદીના સરેરાશ ભાવ અહીં પ્રકાશિત થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube