નવી દિલ્હીઃ જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ સારી તક છે. સોની બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સતત ઘટી રહેલા ભાવને કારણે સોનું સસ્તુ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટી રહેલા ભાવને કારણે બજારમાં સોનાની માંગ વધી રહી છે. દેશમાં કોરોનાનો પ્રભાવ ઓછો થવાને કારણે બજારમાં ભીડ જોવા મળી રહી છે. આવો જાણીએ શું છે સોનાનો ભાવ.


જાણો શું છે આજે સોનાનો ભાવ
દેશમાં છેલ્લા પાંચ દિવસથી સતત સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં મંગળવારે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. મંગળવારે સોની બજારમાં સોનું 10 રૂપિયા પ્રતિ ગ્રામ સસ્તું થયું છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ 47 હજાર 30 રૂપિયા પ્રતિ ગ્રામ રહી ગયો છે. આ પહેલા સોમવારે સોનું 47190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 


આ પણ વાંચોઃ Labor Code Rules: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર, 15,000 થી વધી 21,000 થઈ શકે છે બેસિક સેલેરી  


આ પહેલા સોનાના ભાવમાં 150 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ સોની બજારમાં સોનું 47040 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું. આ પહેલા રવિવારે સોનાના ભાવમાં 10 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો થયો હતો. તો શનિવારે સોનામાં 150 રૂપિયાનો ઘટાડો થયો હતો. આમ સતત પાંચ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 


રેકોર્ડ કિંમતથી 8300 રૂપિયા સસ્તું થયું સોનું
વર્તમાનમાં સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટથી ખુબ સસ્તું થઈ ચુક્યુ છે. દેશમાં પાછલા વર્ષે ઓગસ્ટમાં સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટ 55400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. 


વર્તમાનમાં સોનું 47030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ બંને ભાવની તુલના કરો તો સોનું પોતાના ઓલ ટાઇમ હાઈ રેટથી 8,300 રૂપિયા સસ્તું થઈ 47,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચી ગયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube