નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું અને તેની અસર દુનિયાના માર્કેટ પર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે ગોલ્ડ માર્કેટમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો સુનિશ્ચિત કરી શકતા નથી કે સોનું ખરીદવાનો યોગ્ય સમય છે કે નહીં. એવામાં તમારે જાણવા જોઇએ કે આ વિશેમાં એક્સપ્રટનો શું અભિપ્રાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સપર્ટે સોનું ખરીદવાની આપી સલાહ
અમારી સંલગ્ન વેબસાઈટ ZEE બિઝનેસમાં છપાયેલા અહેવાલ મુજબ, ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અધ્યક્ષ યોગેશ સિંઘલે કહ્યું કે જો તમારે સોનું ખરીદવું હોય તો ચોક્કસથી ખરીદો. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જો સોનું 48 થી 50 હજાર રૂપિયા પ્રતિ તોલા સુધી ઉપલબ્ધ હોય તો ખરીદો. જો કોઈ ગ્રાહક 50 હજાર રૂપિયા અથવા તેનાથી ઓછા દરે ખરીદી કરે છે, તો કોઈ સમસ્યા ન હોવી જોઈએ.


યુદ્ધની અસર ભારતીય બજાર પર પડશે?
યોગેશ સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં સોનાના ભાવમાં વધઘટ થઈ શકે છે. જોકે એક-બે મહિના સુધી સોનાનો ભાવ રૂ. 48 હજારથી રૂ. 52 હજારની રેન્જમાં રહેશે. તેમનો અંદાજ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની ભારતીય બજાર પર સીધી અસર ન થવી જોઈએ. કારણ કે ભારત ત્યાંથી સોનાની આયાત કરતું નથી. જોકે, આ યુદ્ધની અસર ભારતીય ચલણ પર પડશે.


સોનામાં ક્યારે આવ્યો જોરદાર ઉછાળો?
જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ દિલ્હીમાં સોનાની કિંમત 1,656 રૂપિયા વધીને 51 હજાર 627 રૂપિયા થઈ ગઈ હતી. આ પહેલા 23 ફેબ્રુઆરીએ સોનું 49 હજાર 971 રૂપિયામાં હતું. IBJA અનુસાર ગુરુવારે સોનાનો ભાવ 50,667 રૂપિયા હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube