Gold Price: બે મહિનામાં સોનું 5,000 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 15,000નો ઘટાડો, જાણો કિંમત
આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ, સોમવાર 5 ઓક્ટોબરે એમસીએક્સ પર ડિસેમ્બર વાયદા સોનાનો ભાવ 50,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો.
નવી દિલ્હીઃ ડિસેમ્બરના વાયદાનો સોનાનો ભાવ (Gold Futures Price) એમસીએક્સ (MCX) એક્સચેન્જ પર આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે 642 રૂપિયાના વધારા સાથે 50817 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ સિવાય પાંચ ફેબ્રુઆરી 2021ના સોનાની વાયદા કિંમત શુક્રવારે 801 રૂપિયાના મોટા વધારા સાથે 50,967 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. આવો જાણીએ આ સપ્તાહે સોનાની કિંમતોમાં કેટલો ફેરફાર થયો છે.
આ સપ્તાહે વધ્યા સોનાના ભાવ
આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ, સોમવાર 5 ઓક્ટોબરે એમસીએક્સ પર ડિસેમ્બર વાયદા સોનાનો ભાવ 50,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. તેના પાછલા સત્રમાં સોનું 50570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે સોનાના ભાવમાં આ સપ્તાહમાં 247 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે.
આવો હવે પાંચ ફેબ્રુઆરી 2021ના સોનાના વાયદા ભાવની વાત કરીએ. અહીં સોનું એમસીએક્સ પર સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે 50254 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. તો પાછલા સત્રમાં તે 50683 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે સોનાના ભાવમાં આ સપ્તાહે 276 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે.
આ સપ્તાહે ચાંદીમાં થયો 1739 રૂપિયાનો વધારો
હવે ઘરેલૂ બજારમાં ચાંદીની વાત કરીએ તો ડિસેમ્બર વાયદા બજારમાં ચાંદીનો ભાવ આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે એમસીએક્સ પર 2392 રૂપિયાનો મોટા ઉછાળા સાથે 62,884 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો. આ ચાંદીની કિંમત સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ, સોમવાર 5 ઓક્ટોબરે એમસીએક્સ પર 60737 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે ચાંદીના ભાવમાં આ સપ્તાહે 1739 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે.
3 રાજ્યોમાં અદાણી ગેસએ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ
સોનું પાછલા ઉચ્ચ સ્તરથી 5198 રૂપિયા દૂર
સોનાના ભાવમાં ભલે પાછલા સપ્તાહે વધારો જોવા મળ્યો હોય, પરંતુ હજુ પણ તે પાછલા ઉચ્ચ સ્તરથી ઘણું દૂર છે. સોનાની કિંમત પાછલા ઉચ્ચ સ્તર પર 6 ઓગસ્ટ 2020ના જોવા મળી હતી. આ સત્રમાં ડિસેમ્બરના વાયદાનો સોનાનો ભાવ 56,015 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. જો આપણે હાલના ભાવ સાથે તેની તુલના કરીએ તો તે હજુ પણ પોતાના ઉચ્ચ સ્તરથી 5198 રૂપિયા પ્રતિ 10 ગ્રામ દૂર છે.
ચાંદી પાછલા ઉચ્ચ સ્તરથી 15372 રૂપિયા દૂર
ચાંદીની કિંમતની વાત કરીએ તો તેનું પાછલું ઉચ્ચ સ્તર 10 ઓગસ્ટ 2020ના જોવા મળ્યું હતું. આ સત્રમાં ડિસેમ્બર વાયદાની ચાંદીની કિંમત 78256 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ કિંમતની હાલની કિંમત સાથે તુલના કરીએ તો ચાંદીમાં 15372 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો છે.
YES BANK: 200 કરોડના લોન કૌભાંડમાં HDIL ના પ્રમોટર્સ વધાવન બંધુઓ પર કેસ દાખલ
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતોમાં સપ્તાહના છેલ્લા દિવસે મોટો વધારો નોંધાયો હતો. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ડિસેમ્બર વાયદાનો ભાવ કોમેક્સ પર 31.10 ડોલરના વધારા સાથે 1926.20 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. આ સિવાય સોનાની વૈશ્વિક હાજર માગની કિંમત 1.93 ટકા એટલે કે 36.58 ડોલરના વધારા સાથે 1930.40 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube