નવી દિલ્હીઃ Gold Price Hike: સોના-ચાંદી  (Gold-Silver) ની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. જો તમે પણ દિવાળી કે ધનતેરસ પર ગોલ્ડની ખરીદી કરી હતી, તો તમને અત્યાર સુધી ફાયદો થઈ ચુક્યો હશે. છેલ્લા બે દિવસમાં સોનાની કિંમતો (Gold Price Today) 1000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વધી ગઈ છે. એમસીએક્સ (MCX) પર સોનાની વાયદા કિંમત શુક્રવારે 0.82 ટકાની તેજીની સાથે 48000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર પહોંચી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીની કિંમતમાં પણ વધારો
આ સિવાય ચાંદીની કિંમતો (Silver Price Today) ની વાત કરીએ તો ચાંદી પણ મોંઘી થઈ છે. શુક્રવારે ચાંદી 0.33 ટકાના વધારા સાથે 64330 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. મહત્વનું છે કે છેલ્લે બે કારોબારી સત્રમાં ગોલ્ડના ભાવમાં આશરે 1 હજાર રૂપિયાનો વધારો થઈ ગયો છે. 


આ પણ વાંચોઃ માત્ર 1,000 રૂપિયા આપીને બુક કરાવો તમારી બજાજ Pulsar, આગામી સપ્તાહે પહોંચી જશે ઘરે


ગ્લોબલ માર્કેટમાં પણ રેકોર્ડ પર પહોંચ્યું સોનું
ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો શુક્રવારે અહીં પણ સોનામાં 1 ટકાનો વધારો થયો હતો. આ વધારા બાદ ગોલ્ડનો ભાવ 2 મહિનાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. ગ્લોબલ માર્કેટમાં હાજર સોનું 1.2 ટકાની તેજીની સાથે 1813 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. તો ચાંદી 1.2 ટકાની તેજીની સાથે 24.05 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. 


તમારા શહેરમાં સોનાનો ભાવ જાણવા આ નંબર પર કોલ કરો
તમે સોનાની કિંમત તમારા ઘરે બેસીને ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે તમે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપી કિંમત ચેક કરી શકો છો. તમે જે નંબરથી કોલ કરો તે નંબર પર તમને મેસેજ આવશે. આ રીતે તમે ઘરે બેસીને સોનાની કિંમત ચેક કરો. 


આ પણ વાંચોઃ પડતા પર પાટું: આ તારીખથી બંધ થઈ જશે ફ્રી રાશન યોજના, ખાસ જાણો કારણ


આ ધનતેરસ પર કરોડો રૂપિયાનું સોનું વેચાયું
સામાન્ય રીતે ધનતેરસ પર 20-30 ટન સોનાનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે ધનતેરસ પર લગભગ 75000 કરોડ રૂપિયાના સોનાનું વેચાણ થયું છે. આ વખતે દિવાળી પર મહામારીની ચિંતા ઓછી થતી જોવા મળી રહી છે, જેના કારણે પાછલા વર્ષની તુલનામાં સોનાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube