Gold Price: સોનું-ચાંદી ખરીદવી હોય તો ખુશીના સમાચાર, 8 હજાર રૂપિયા સુધી ઘટશે ભાવ!
Gold Price 12th Nov: સોના અને ચાંદીની કિંમતે તાજેતરમાં રેકોર્ડ બનાવ્યા બાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પાછલા દિવસોમાં 81000 રૂપિયા પાર પહોચેંલુ ગોલ્ડ હવે 72000 રૂપિયા સુધી નીચે આવી શકે છે.
Gold Price Today: જો તમે પણ લગ્નની સિઝનમાં સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, આજથી લગ્નની સિઝન શરૂ થવાની છે પરંતુ સોના-ચાંદીની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડો આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને તે ઘટીને 72000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. માંગમાં સુસ્તીની અસર એવી હતી કે બુલિયન માર્કેટમાં નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. આજે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 1,750 રૂપિયા ઘટીને 77,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. પાછલા સત્રમાં સોનું 79,550 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
ચાંદીના ભાવમાં 2700 રૂપિયાનો ઘટાડો
ચાંદીની કિંમત પણ મંગળવારે 2700 રૂપિયાના ઘટાડા સાથે 91300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ, જ્યારે સોમવારે ચાંદી 94000 રૂપિયા પર બંધ થઈ હતી. 99.5 ટકા શુદ્ધતાના સોનાની કિંમત 1,750 રૂપિયા ઘટીને 77,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સોમવારે સોનાનો ભાવ 79,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. LKP સિક્યોરિટીઝના વાઈસ ચેરમેન રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈને કારણે કોમેક્સ પર ભાવ $2,600ની નીચે રહ્યા હતા, જેના કારણે સોનું દબાણ હેઠળ રહ્યું હતું.
આ પણ વાંચોઃ ટાટાના આ શેરમાં ભૂકંપ, LIC એ વેચી દીધી મોટી ભાગીદારી, ક્રેશ થયો ભાવ
MCX પર 75000થી નીચે આવ્યું સોનું
એમસીએક્સમાં સોનું ઘટી 10 ઓક્ટોબર બાદ પ્રથમવાર 75000 રૂપિયાની નીચે આવી ગયું. તેમણે કહ્યું- વર્તમાન ડાઉનફોલ ટ્રેન્ડ દર્શાવે છે કે આગળ પણ નબળી માંગ બની રહી શકે છે જો કોમેક્સ સોનું 2600 ડોલરથી નીચે રહે છે અને આગામી સત્રમાં 2500 ડોલરના સ્તર પર પહોંચે તો સોનાની કિંમતો 72000 રૂપિયા સુધી ઘટી શકે છે. વિદેશી બજારોમાં કોમેક્સ સોનું વાયદા 19.90 ડોલર પ્રતિ ઔંસ કે 0.76 ટકાના ઘટાડા સાથે 2597.80 ડોલર પ્રતિ ઔંસ રહી ગયું હતું.
સોનામાં ઘટાડો યથાવત અને ડોલરમાં તેજી આવી
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ કહ્યું- રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી આર્થિક આશાવાદને પ્રોત્સાહન મળવા વચ્ચે મંગળવારે સોનાની કિંમતોમાં ઘટાડો યથાવત રહ્યો, જેનાથી ડોલરમાં તેજી આવી. એશિયન બજારમાં કોમેક્સ ચાંદી વાયદા 0.6 ટકાના ઘટાડા સાથે 30.43 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. મંગળવારે એમસીએક્સ પર સોનાનો ભાવ 71 રૂપિયા ઘટી 75351 રૂપિયા પર અને ચાંદી 89182 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી.