Gold-Silver Price : દિવાળી બગાડશે સોના-ચાંદીના ભાવ, આજના ભાવ ચેક કરી લેજો
Gold Price Today Update: આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનું (MCX Gold Rates) 10 ગ્રામ દીઠ રૂ. 58,800 આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ખરીદતાં પહેલાં તમારે એ પણ તપાસવું જોઈએ કે આજે સોનાની કિંમત શું છે-
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં (Gold Price) આજે થોડો વધારો જોવા મળ્યો છે. સતત ઘટાડા બાદ આજે સોનાની કિંમતમાં વધારો થયો છે. આ સિવાય વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. આજે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનું (MCX Gold Rates) 58,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ-
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં મંદી જોવા મળી રહી છે. આ સાથે ચાંદીમાં પણ નરમાશ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાની કિંમત 1940 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. આ સિવાય ચાંદીની કિંમત 23.81 ડોલર પ્રતિ ઔંસ છે.
MCX પર સોનાની કિંમત-
આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.03 ટકાના મામૂલી વધારા સાથે 58839 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. આ સિવાય ચાંદીની કિંમત 0.27 ટકા વધીને 73263 રૂપિયા પ્રતિ કિલો પર છે.
22 કેરેટ સોનાની કિંમત-
આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 55350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય ચેન્નાઈમાં 55500 રૂપિયા, બેંગ્લોરમાં 55200 રૂપિયા, કોલકાતામાં 55200 રૂપિયા, મુંબઈમાં 55200 રૂપિયા અને પૂણેમાં 55200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
તમે અહીં ભાવ ચકાસી શકો છો-
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમે જે નંબર પરથી મેસેજ કરશો તે જ નંબર પર તમારો મેસેજ આવશે