નવી દિલ્હીઃ Gold Price on Navratri 2023: આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે. નવરાત્રિ દરમિયાન સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. તેવામાં જો તમે નવરાત્રિ દરમિયાન સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમને મોટો ઝટકો લાગી શકે છે. એવું એટલા માટે કારણ કે પાછલી નવરાત્રિના મુકાબલે આ વર્ષે સોનું 9000 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે. નોંધનીય છે કે પાછલા વર્ષે નવરાત્રિના પહેલા દિવસે 999 પ્યોરિટીવાળા સોનાની કિંમત 49492 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. સત્તાવાર વેબસાઇટ ibjarates.com પ્રમાણે વર્તમાનમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. નોંધનીય છે કે આ રેટ 13 ઓક્ટોબર શુક્રવારનો છે. શનિવાર અને રવિવારે રેટ અપડેટ થતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્તાહમાં 1000 રૂપિયા વધી ગયો ભાવ
તમને જણાવી દઈએ કે સોનાના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી તેજી જોવા મળી રહી છે. એક સપ્તાહમાં 999 પ્યોરિટીવાળું સોનું 1064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ગયું છે. તો 995 પ્યોરિટીવાળું સોનું 1061 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. એટલું જ નહીં 916 પ્યોરિટીવાળા સોનામાં 974 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 750 પ્યોરિટીવાળા સોનામાં 798 રૂપિયાનો વધારો થયો છે. 


આ પણ વાંચોઃ ₹113 થી વધી ₹1200 પર પહોંચ્યો આ શેર, સ્ટોકમાં 962% નો વધારો, રોકાણકારો ગદગદ


શું છે ચાંદીનો ભાવ
ચાંદીની કિંમતની વાત કરીએ તો તેમાં પાછલી નવરાત્રિથી આ નવરાત્રિ સુધી 14683 રૂપિયાની તેજી આવી છે. નોંધનીય છે કે પાછલા વર્ષે નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. તે દિવસે 1 કિલો ચાંદીની કિંમત 55048 રૂપિયા હતી. તો પાછલા એક સપ્તાહમાં ચાંદી 1238 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. તમને જણઆવી દઈએ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાથી સોના અને ચાંદીની કિંમતોમાં તેજી આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube