નવી દિલ્હીઃ Gold Price Review: સોની બજારમાં 31 જુલાઈ 2023ના 24 કેરેટ સોનાનો ભાવ 59567 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 73860 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો. જ્યારે શુક્રવાર 18 ઓગસ્ટે સોનું 58471 અને ચાંદી 70447 રૂપિયા પર બંધ થઈ હતી. એટલે કે આ મહિનામાં અત્યાર સુધી સોનાનો ભાવ 1096 રૂપિયા તૂટ્યો છે જ્યારે ચાંદી 3413 રૂપિયા સસ્તી થઈ ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શુક્રવારે 24 કેરેટ સોનું 58471 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર બંધ થયું હતું. 23 કેરેટ સોનાનો ભાવ 58237 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 53559 રૂપિયા રહ્યો હતો. તો 18 કેરેટ સોનાનો ભાવ 43853 રૂપિયા અને 14 કેરેટ ગોલ્ડ 34206 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી 70447 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પ્રમાણે જુઓ તો સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ 3368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે. નોંધનીય છે કે 5 મેએ સોની બજારમાં 24 કેરેટ સોનાનો હાજર ભાવ ઓલ ટાઈમ હાઈ 61739 રૂપિયા પર પહોંચી ગયો હતો. તો ચાંદી આ દિવસે 77280 રૂપિયા પ્રતિ કિલો હતો. આ દિવસના રેટથી ચાંદી આશરે 7000 રૂપિયા સસ્તી મળી રહી છે. 


આ પણ વાંચોઃ 2023માં આ દિગ્ગજ કંપનીઓના સ્ટોકમાં રોકાણ કરી ઈન્વેસ્ટરો બની ગયા કંગાળ


ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં સોનાનો ભાવ 59567 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 59061 રૂપિયા પર આવી ગયો, જ્યારે ચાંદી 73860 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટી 72000 રૂપિયા પર બંધ થઈ. આગામી બીજા સપ્તાહની વાત કરીએ તો ચોનું 7 ઓગસ્ટે 59108 રૂપિયા પર બંધ થયું અને સપ્તાહના અંતે ઘટી 58905 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આ રીતે ચાંદીની ચમક પણ ઘટી અને તે 71848 રૂપિયાથી 70098 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી હતી. 


ત્રીજા સપ્તાહમાં પણ ઘટાડાનો સિલસિલો યથાવત
રજાવાળા આ સપ્તાહના ચાર કારોબારી દિવસમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થતો રહ્યો. સપ્તાહની શરૂઆત 58843 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી કરનાર સોનું સપ્તાહના અંતમાં 58471 રૂપિયા પર બંધ થયું. જ્યારે ચાંદીએ થોડી મજબૂતી હાસિલ કરી. ચાંદી સપ્તાહની શરૂઆતમાં 70160 રૂપિયા પ્રતિ કિલોના દરથી ખુલી સપ્તાહના અંતમાં 70447 રૂપિયાના સ્તર પર પહોંચી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube