એક અઠવાડિયામાં સોનાની કિંમતમાં જબરદસ્ત કડાકો, જાણો થયું કેટલું સસ્તું
બુધવારે સ્વતંત્રતા દિવસના કારણે તેમજ શુક્રવારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીના સન્માનમાં માર્કેટ હતું બંધ
નવી દિલ્હી : સ્થાનિક આભુષણ વિક્રેતાઓ તેમજ બિઝનેસમેનની નબળી ડિમાન્ડને કારણે ગયા અઠવાડિયા દરમિયાન દિલ્હી સર્રાફા બજારમાં સોનાની કિંમત ભારે કડાકા સાથે 30,250 રૂ. પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતા કંપનીઓની ડિમાન્ડ ઓછી હોવાના કારણે ચાંદીની કિંમત પણ 39,000 રૂ.ના સ્તર નીચે બંધ થઈ હતી. બુધવારે સ્વતંત્રતા દિવસને કારણે તથા શુક્રવારે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સન્માનમાં માર્કેટ બંધ હતું.
માર્કેટના સુત્રોનું કહેવું છે ડોલર મજબૂત હોવાના કારણે વિદેશમાં સોનાની ડિમાન્ડ ઘટી છે અને એના કારણે કિંમતોમાં ઘટાડો થયો છે. વૈશ્વિકસ ત્રા પર ન્યૂયોર્કમાં સોના સપ્તાહાંતમાં 1,184.60 ડોલર પ્રતિ ઓંસ જ્યારે ચાંદીની કિંમત ઘટાડા સાથે 14.77 ડોલર પ્રતિ ઓંસ પર બંધ થઈ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત ઘટાડા સાથે 450-450 રૂ.ના ઘટાડા સાથે ક્રમશ: 30,250 રૂ. અને 30,100 રૂ. પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. ગિન્નીની કિંમત પણ સપ્તાહાંતમાં 200 રૂ.ના ઘટાડા સાથે 24,400 રૂ. પ્રતિ આઠ ગ્રામ પર બંધ થઈ હતી.
લેવાલી અને વેચવાલીના ચડાવ અને ઉતારમાં બિઝનેસમાં ચાંદીની કિંમત પણ સપ્તાહાંતમાં 1,000 રૂ.ના ઘટાડા સાથે 38,000 રૂ. પ્રતિ કિલો નોંધાઈ હતી. આ સમયગાળ દરમિયાન ચાંદીના સિક્કાઓની કિંમત 2,000 રૂ.ના ઘટાડા સાથે લેવાલ 72,000 રૂપિયા અને વેચવાલી 73,000 રૂ. પ્રતિ સૈકડા (સો) પર બંધ થઈ હતી.