Gold-Silver Price: આજે સોની બજારમાં સોનું ફરી 60 હજારને પાર પહોંચી ગયું છે. ચાંદીના ભાવમાં 551 રૂપિયાનો વધારો થયો છે, પરંતુ ચાંદી 70000 ની નીચે છે. સોમવારે 14 નવેમ્બરે 24 કેરેટ સોનું 179 રૂપિયા મોંધી થઈને 60071 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું જ્યારે ચાંદીના ભાવમાં 551 રૂપિયાની તેજી જોવા મળી હતી. તે 69400 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ 61739 રૂપિયાથી 1668 રૂપિયા સસ્તું છે. જ્યારે ચાંદી 5 મેના ભાવની તુલનામાં આશરે 7500 રૂપિયા સસ્તી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના રેટ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. સોના-ચાંદીના આ ભાવ પર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ સામેલ નથી. તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવમાં થોડુ અંતર હોઈ શકે છે.


23 કેરેટ ગોલ્ડની જીએસટી સહિત કિંમત
આઈબીજેએ પ્રમાણે 23 કેરેટ ગોલ્ડ 59791 રૂપિયા પર ખુલ્યું હતું. તેના પર ત્રણ ટકા જીએસટી લાગશે. આ રેટમાં હજુ 1793 રૂપિયાનો વધારો થશે. જીએસટી સહિત 23 કેરેટ ગોલ્ડની કિંમત 61584 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેના પર જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો સામેલ નથી. 


આ પણ વાંચોઃ આ સરકારી કંપનીનો આવી રહ્યો છે IPO,પ્રાઇઝ બેન્ડ 32 રૂપિયા નક્કી, 21 નવેમ્બરે થશે ઓપન


18 અને 22 કેરેટ સોનાનો ભાવ
22 કેરેટ સોનાનો ભાવ આજે 55025 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્રણ ટકા જીએસટી એટલે કે 10 ગ્રામ સોના પર 1650 રૂપિયા એડ થશે. જીએસટી સાથે તેનો ભાવ 56675 રૂપિયા છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 45053 રૂપિયા પર પહોંચી ગયો છે. તેના પર જીએસટી ચાર્જ લગાવ્યા બાદ તમને 46404 રૂપિયામાં પડશે. 


35142 રૂપિયામાં 10 ગ્રામ સોનું
14 કેરેટ ગોલ્ડ હવે 35142 રૂપિયા પર પહોંચી ગયું છે. તેના પર 1054 રૂપિયા જીએસટી સામેલ કરવામાં આવે તો 36196 રૂપિયામાં પડશે. તો ચાંદી પર 2098 રૂપિયા જીએસટી લાગશે. એક કિલો ચાંદી માટે 72049 રૂપિયા ચુકવવા પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube