નવી દિલ્હી: Gold, Silver Rate Update, 08 February 2021: ગત અઠવાડિયે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલા બજેટ બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત નરમાઇ જોવા મળી રહી છે. જોકે શુક્રવારે 5 ફેબ્રુઆરીના રોજ MCX પર સોનાના વાયદા 550 પ્રતિ 10 ગ્રામ્ની સારી એવી મજબૂતી સાથે બંધ થયો હતો. પરંતુ આજે ફરીથી તેમાં નરમાઇ છે. ચાંદીના ભાવમાં પણ ગત અઠવાડિયા આ સ્થિતિ રહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે સોનું ખરીદવા માંગો છો તો આ તમારા માટે સારો સમય છે. બજેટમાં સરકાર દ્રારા સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત બાદ પાંચ દિવસમાં સોનાના ભાવમાં 2100 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ સોનું ઓલટાઇમ હાઇ રેટની તુલના કરીએ તો સોનું 9462 રૂપિયા પ્રતિ ગ્રામ સસ્તું થયું છે. કારણ કે ગત વર્ષે ઓગસ્ટમાં સોનું 56,200 રૂપિયાના ભાવ સુધી પહોંચી ગયું હતું. 


MCX Gold: ગત અઠવાડિયે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થતાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, 5 ફેબ્રુઆરીના રોજ ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો. ગત અઠવાડિયામાં સોનું 1460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટ્યું, ગુરૂવારે 4 ફેબ્રુઆરીના રોજ MCX પર સોનાના એપ્રિલ વાયદા 47000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે રહ્યો. 

Share Market: નવી રેકોર્ડ ઉંચાઇ પહોંચ્યો Sensex, Nifty, આ શેરોમાં જોવા મળી ધમાલ


પરંતુ 5 ફેબ્રુઆરીના રોજ 550 રૂપિયા પ્રતિ 10 ગ્રામની મજબૂતીના દમ પર સોનું 47256 રૂપિયા પર બંધ થવામાં સફળ રહ્યું. ફેબ્રુઆરીમાં કારોબારી અઠવાડિયાના બીજા દિવસે આજે સુસ્તી સાથે ખુલ્યું છે અને નાનકડી રેંજમાં કારોબારી કરી રહ્યું છે. સોનામાં લગભગ 60 રૂપિયાની મજબૂતી છે અને ભાવ 47,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બનેલું છે. 


MCX Silver: બજેટના અઠવાડિયામાં સોનાની સાથે-સાથે ચાંદીની ચમક પણ ફીકી પડી છે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે MCX પર ચાંદીનો માર્ચ વાયદા રેટ 74400 રૂપિયાની ઉપર જતો રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં સતત નબળાઇ આવી અને 4 ફેબ્રુઆરીના રોજ ભાવ 66800 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટીને બંધ થયો. એટલે કે ફક્ત ચાર દિવસમાં ચાંદીના ભાવ 6800 રૂપિયા પ્રતિ કિલો તૂટી ગયા. 


પરંતુ શુક્રવારે ચાંદી 1850 રૂપિયાની મજબૂતી સાથે 68670 ની ઉપર બંધ થયું. આજે ચાંદીમાં પણ સિમિત દાયરામાં કારોબાર થઇ રહ્યો છે. હાલ ચાંદી 68830 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. 


બજેટ અઠવાડિયામાં ચાંદીની ચાલ (રૂપિયા/કિલો‌)


દિવસ MCX (માર્ચ વાયદા)
1 ફેબ્રુઆરી 73666
2 ફેબ્રુઆરી  67541
3 ફેબ્રુઆરી 68565
4 ફેબ્રુઆરી 66818
5 ફેબ્રુઆરી 68738

આવો એક નજર કરીએ ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ શું ચાલી રહ્યા છે, Goodreturns.in ના અનુસાર 


10 ગ્રામ સોનાનો ભાવ  
શહેર સોનાનો ભાવ
દિલ્હી 50420
મુંબઇ 47150
કોકલત્તા 49500
ચેન્નઇ 48630

હવે જોઇએ આ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે, Goodreturns.in ના અનુસાર 


1 કિલો ચાંદીનો ભાવ  
શહેર ચાંદીનો ભાવ
દિલ્હી 68700
મુંબઇ 68700
કોકલત્તા 68700
ચેન્નઇ 73100

બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube