Gold ખરીદવા માટે ગોલ્ડન ચાન્સ: સોનાના ભાવમાં સામાન્ય વધઘટ, જાણો આજે શું છે કિંમત
સોનાના ભાવમાં સપ્તાના બીજા દિવસે મંગળવારના સામાન્ય તેજી જોવા મળી, પરંતુ અત્યારે પણ સોનાના ભાવ 44500 રૂપિયા પ્રિત 10 ગ્રામના સ્તરથી નીચે છે. મંગળવારના રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ 45 રૂપિયાના સામાન્ય વધારા સાથે 44481 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે
Gold Price Today: સોનાના ભાવમાં સપ્તાના બીજા દિવસે મંગળવારના સામાન્ય તેજી જોવા મળી, પરંતુ અત્યારે પણ સોનાના ભાવ 44500 રૂપિયા પ્રિત 10 ગ્રામના સ્તરથી નીચે છે. મંગળવારના રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ 45 રૂપિયાના સામાન્ય વધારા સાથે 44481 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. આ જાણકારી HDFC સિક્યોરિટીઝે આપી છે. ગત ટ્રેડમાં સોનાનો ભાવ 44,436 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. સોનાની જેમ ચાંદીમાં પણ 116 રૂપિયાની તેજી અને હાલનો ભાવ 66740 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો. ગત ટ્રેડમાં ચાંદી 66624 રૂપિયા પ્રતિ કિલોની કિંમત પર હતી.
સોના અને ચાંદીની વૈશ્વિક કિંમતોની અસર સ્થાનિક માર્કેટમાં કિંમતો પર પડે છે. પરંતુ મંગળવારના વૈશ્વિક કિંમતોમાં ઘટાડો છતાં દેશમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત સામાન્ય ઘટાડા સાથે 1730 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે. ત્યારે ચાંદીની કિંમત 26.11 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર જ નોંધાઈ છે.
આ પણ વાંચો:- ગુજરાતમાં સોનાના ભાવ ઘટ્યા, મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરવા સુરત પહોંચ્યા
સોનું ખરીદવાની ઇચ્છતા રાખતા લોકો માટે આ સમય ગોલ્ડન ચાન્સ છે. સોનાનો હાજર ભાવ તેની રેકોર્ડ ઉંચી સપાટીથી 22 ટકા નીચે આવી ગયો છે. ઓગસ્ટ 2020 માં દિલ્હી સોની માર્કેટમાં સોનાનો હાજર ભાવ 57008 રૂપિયા પ્રતિ 10 ગ્રામના માર્ક પર પહોંચ્યો હતો. આ સોનાનો ભાવ અત્યાર સુધીનો સૌથી ઉચ્ચ સ્તરે છે. પરંતુ હવે સોનાનો હાજર ભાવ રેકોર્ડ હાઈથી 17527 રૂપિયા ઘટી નીચે આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube